78 માં સ્વાતંત્ર્ય પર્વએ જીલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા

  • જીલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે દાહોદ જીલ્લા માહિતી કચેરીના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા.

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા ખાતે જીલ્લાકક્ષાની 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રીબચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

સ્વાતંત્ર્ય પર્વની જીલ્લાકક્ષાની આ ઉજવણીમાં દાહોદ જીલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓને મંત્રી અને મહાનુભાવો હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વિશિષ્ટ વ્યક્તિઓમાં જીલ્લા માહિતી કચેરી દાહોદના કર્મનિષ્ઠ ફોટોગ્રાફર જુઝર.જે.ઝાબુઆવાલાનું પણ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના વરદહસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ફોટોગ્રાફર જુઝરભાઈ.જે.ઝાબુઆવાલા એ લોકસભા સામન્ય ચુંટણી 2024માં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ખુબજ સરસ કરી હતી. આ ઉપરાંત જીલ્લામાં, રાજ્યપાલ, મુખ્યમંત્રીઓના જીલ્લામાં તેમજ જીલ્લા બહાર અન્ય જીલ્લાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ફોટોગ્રાફી, વિડિયોગ્રાફીની વિશિષ્ઠ કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી છે. વધુમાં તેમણે કરેલી ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફીની ઉમદા કામગીરી બદલ જીલ્લા પ્રશાસન દ્વારા તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.