૭૭૬ કરોડના કૌભાંડના આરોપમાં બિહારમાંથી પૂર્વ આઇપીએસ અધિકારીની ધરપકડ

ગોપાલગંજ, છત્તીસગઢની એસીબી ટીમે બિહારના ગોપાલગંજમાં પૂર્વ આઇપીએસ અધિકારી અરુણપતિ ત્રિપાઠીની ધરપકડ કરી છે. તે જાન્યુઆરીથી ફરાર હતો. ગુપ્ત માહિતીના આધારે છત્તીસગઢ પોલીસે બિહાર પોલીસની મદદથી ગોપાલગંજના ભોર પોલીસ સ્ટેશન વિસ્તારના સિસાઈ ગામમાં દરોડો પાડ્યો હતો. આ પછી પૂર્વ આઇપીએસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતે ધરપકડની પુષ્ટિ કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢના ભિલાઈના રહેવાસી પ્રકાશ પતિ ત્રિપાઠીના પુત્ર અરુણપતિ ત્રિપાઠી છત્તીસગઢમાં એક્સાઈઝ વિભાગના પૂર્વ વિશેષ સચિવ રહી ચૂક્યા છે. તેમના પર નોકરી દરમિયાન ૭૭૬ કરોડ રૂપિયાનું દારૂ કૌભાંડ કરવાનો આરોપ છે. એસપી સ્વર્ણ પ્રભાતે કહ્યું કે છત્તીસગઢમાં એક્સાઇઝ વિભાગના પૂર્વ વિશેષ સચિવ અરુણ પતિ ત્રિપાઠી વિરુદ્ધ દારૂ કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.

છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર અરુણપતિ ત્રિપાઠી નવ મહિના જેલમાં રહ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો હતો અને મોબાઈલ સ્વીચ ઓફ કરીને ગયા જાન્યુઆરીથી ફરાર હતો. ઈડીએ તેમની સામે કેસ પણ નોંયો છે. છત્તીસગઢ પોલીસ અને ઈડ્ઢની ટીમ જાન્યુઆરીથી તેમને શોધી રહી હતી. આ દરમિયાન ટીમને માહિતી મળી કે અરુણપતિ ત્રિપાઠી ગોપાલગંજમાં છુપાયો છે. આ પછી છત્તીસગઢ પોલીસે બિહાર પોલીસનો સંપર્ક કર્યો. આ પછી આરોપી અરૂપપતિ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી હતી.