ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિતે ચેરમેન પ્રવિણસિંહ રાઉલજીના અઘ્યક્ષસ્થાને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો, વેપારીઓ, સહકારી આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન પ્રવીણસિંહ રાઉલજીએ આ શુભ પ્રસંગે સૌ દેશવાસીઓને 75મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે આપણા સોની આસ્થા એવા પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પરિપૂર્ણ થયેલ છે. ત્યારે દેશના વડાપ્રધાને આપેલ સંકલ્પો પૂર્ણ કરવા માટે આપણે સહભાગી બનીએ. ભારતની આઝાદી માટે પોતાનાં પ્રાણોનું બલિદાન આપનારા સૌ શહીદોને કોટિ કોટિ વંદન કર્યા હતા અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રતીજ્ઞા લઇએ કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળી પરિશ્રમ કરીએ, નવા ભારતનાં સ્વપ્નને વધુ ઉજ્જવળ બનાવીએ. આપણાં બંધારણનાં મૂલ્યોને અનુસરી આઝાદીનાં અમૃતકાળને વધુ વેગવંતુ બનાવીએ.
આ કાર્યકમમાં પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ ડી રાઉલજી, કિસાન મોરચા પંચમહાલ જિલ્લા ભાજપાના પ્રમુખ ખુમાનસિંહ યું ચૌહાણ, એ.પી.એમ.સી ના ખેડૂત પ્રતિનિધિ એ.ડી.સોલંકી, ગોવિંદસિંહ ચૌહાણ, વેપારી પ્રતિનિધિ ચિરાગ શાહ, મહેશ પટેલ સહિતના સભ્યો સહભાગી થયા હતા.75મા પ્રજાસત્તાક પર્વના ધ્વજવંદન કાર્યક્રમમાં બજાર સમિતિના ચેરમેને સંસ્થાના સભ્યઓ, વિવિધ અગ્રણીઓ, સહકારી મહાનુભાવો તથા ખેડૂતો, વેપારીઓ અને નાગરિકો સાથે શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું હતું.