સાત વર્ષના બાળક પર બળાત્કારનો આરોપ, લોહીથી લથપથ છોકરી ઘરે પહોંચી

કાનપુર, કાનપુરના અકબરપુર કોતવાલીમાં સાત વર્ષના છોકરા પર પાંચ વર્ષની બાળકીનો બળાત્કાર નોંધવામાં આવ્યો. કેસ તો નોંધાઈ ગયો પણ કાર્યવાહી માટે કાયદાઓ હાથ બાંધી રાખ્યા છે. વિશેષજ્ઞો પ્રમાણે, કાયદાકીય રીતે ૧૨ વર્ષથી નાની ઊંમરના બાળકો પર કોઈ ગુનો દાખલ તો થઈ શકે છે પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે નહીં. જેથી પોલીસ જવાબદાર એજન્સીઓની ગાઈડલાઈન્સ બાદ બાળકની કાઉન્સિલિંગ કરાવવાની તૈયારીમાં છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ગ્રામીણ નહીં ઑફિસર્સ પણ દંગ રહી ગયા છે. વિશેષજ્ઞો આને મોબાઈલ ફોનની દેન જણાવી રહ્યા છે.

કોતવાલી ક્ષેત્રના એક ગામમાં ૧૭ સપ્ટેમ્બરના સાંજે બાળકો રમી રહ્યા હતા. પાંચ વર્ષની બાળકીને પાડોશી દંપત્તિનો સાત વર્ષનો દીકરો પોતાની સાથે ઘરે લઈ ગયો. આરોપ છે કે તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું. રડતા રડતા બાળકી ઘરે પહોંચી અને તેની પાસેથી માહિતી મળતા તેની માએ પાડોશીને ઠપકો આપ્યો. બાળકોના પેરેન્ટ્સ ઝગડવા માંડ્યા. આથી તેણે કોતવાલીમાં બાળક વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવી દીધો છે.

કોતવાલીના સતીશ સિંહે જણાવ્યું કે મેડિકલ રિપૉર્ટ તેમ જ અન્ય તથ્યોના આધારે રિપૉર્ટ બનાવશે. કૉર્ટના આદેશ પર અગ્રિમ કાર્યવાહી થશે. માસૂમ બાળક પર બળાત્કારના આરોપથી ગામના લોકો ચોંકી ઉઠ્યા છે. લોકોને આ ઘટના પર વિશ્ર્વાસ નથી થઈ રહ્યો.

અકબરપુર સીઓ અરુણ કુમાર સિંહે કહ્યું કે આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી છે. ઓછી ઊંમરને કારણે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ નથી. પોલીસ નિયમાનુસાર વિવેચના કરવાની સાથે કૉર્ટના ડિરેક્શનના આધારે કાર્યવાહી કરશે. પ્રોબેશન વિભાગ ભવિષ્યમાં આ પ્રકારના અપરાધથી બચવા માટે આરોપીની કાઉન્સિલિંગ કરશે.

વરિષ્ઠ અધિવક્તા જિતેન્દ્ર પ્રતાપ સિંહ ચૌહાણનું કહેવું છે કે સાત વર્ષથી ઓછી ઊંમરના બાળકોના ક્રાઈમમાં કેસ દાખલ કરવાની જોગવાઈ નથી, પણ સાત વર્ષથી ૧૨ વર્ષ સુધીના બાળકના ગુનાનો રિપૉર્ટ પોલીસ દાખલ કરી શકે છે, પણ કલમ ૮૨ સીઆરપીસી હેઠળ એ કેસમાં સજાની કોઈ જોગવાઈ નથી. ફક્ત આરોપી બાળકના સુધારા માટે પગલા લેવામાં આવે. આરોપીની કાઉન્સિલિંગ કરાવવામાં આવશે.

મનોરોગ ચિકિત્સક ડૉક્ટર રાકેશ યાદવનું કહેવું છે કે બાળકોમાં ખોટા સાચાની યોગ્ય ઓળખ કરવાની સમજણ નથી. મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાના સમયમાં બાળકો સેક્સ્યુઅલ કોન્ટેન્ટ તેમજ ક્રાઈમ સીન જોઈને તેને રિપીટ કરવાનો પ્રયત્ન કરે છે. તેમને પરિણામની સમજણ નથી હોતી. બાળકોને ઈન્ટરનેટ તેમજ મોબાઈલનો નિયંત્રિત ઉપયોગ જ ઉપલબ્ધ કરાવવો જોઈએ.