સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો ૩૪ વર્ષના પ્રેમીએ એગ્રીમેન્ટ કર્યું

ઇન્દોર, મધ્યપ્રદેશના ઈંદોરમાં એક પ્રેમિકાએ પોતાના પરણિત પ્રેમી પર બળાત્કાર અને જાનથી મારવાની ધમકી સાથે ઓબોર્શન કરાવવાનો આરોપ લગાવ્યો છે. પેલા તો પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી પરંતુ બાદમાં હકીક્ત સામે આવતા પ્રેમીને છોડી મુક્યો હતો. કારણકે તેણે પોતાની પ્રેમિકા સાથે પહેલા જ એગ્રીમેન્ટ કરી લીધું હતું કે તે સાત દિવસ પ્રેમિકા અને સાત દિવસ પોતાની પત્ની સાથે રહેશે.

આ બનાવમાં ૨૯ વર્ષની પ્રેમિકાએ ઈંદોરના ભંવરકુંઆ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેણે પોતાના ૩૪ વર્ષના પિરેમી ચંદ્રભાન પંવાર વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પ્રેમીએ તેની સાથે બળાત્કાર ગુજારીને ઓબોર્શન કરાવી દીધું હતું. બાદમાં મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પ્રેમિકાએ ૨૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ ગુનો નોંધાવ્યો હતો. પ્રેમિકાનો આરોપ છે કે તે પ્રેમીને ૨૦૧૯ થી ઓળખતી હતી. તેને ખબર ન હતી કે તે પહેલેથી પરિણીત છે.

જોકે કોર્ટ સામે એગ્રીમેન્ટ આવતા જ મામલો સ્પષ્ટ થઈ ગયો હતો. પરિણીત પ્રેમીએ પહેલેથી જ એક એગ્રીમેન્ટ કરાવી લીધું હતું. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પ્રેમી ૭ દિવસ પોતાની પ્રેમિકા સાથે અને સાત દિવસ પોતાની પત્ની સાથે રહેશે. તેમછતા પ્રેમિકાએ કોર્ટમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. કોર્ટે એગ્રીમેન્ટને આધારે આરોપીને છોડી મુક્યો હતો. જેનો ફેંસલો ૨૧ એપ્રિલે જ આપી દેવાયો હતો. પરંતુ આ ફેંસલાની કોપી ૬ મેના રોજ સામે આવી હતી.

પ્રેમિકાએ પ્રેમી પર આરોપ મુક્યો હતો કે તેને ૨૬ એપ્રિલ ૨૦૨૧ ના રોજ એક હોસ્ટેલમાં બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંયો હતો. બાદમાં એક દિવસ વિટામીનની ગોળી આપીને ઓબોર્શનની ગોળી આપી દીધી હતી. આ મામલે બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પ્રેમિકાએ તેને લગ્નની વાત કરી તો પ્રેમીએ સાફ ઈક્ધાર કરી દીધો હતો. પ્રેમીએ પોતે પરણિતી હોવાનું એક બાળક હોવાનું તેને કહ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે પ્રેમિકાને પહેલેથી તમામ બાબતની ખબર હતી આથી તેને બળાત્કારનો આરોપી માની ન શકાય. તે સિવાય જાનથી મારવાનું કોઈ પ્રમાણ સામે આવ્યું નથી. જેને પગલે કોર્ટે આરોપી ચંદ્રભાનને છોડી દીધો હતો.