- મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની બેઠકો માટે ૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી,કર્ણાટકમાં ૨૮ ઓક્ટોબરના રોજ ચૂંટણી
ચૂંટણી પંચ દ્વારા મંગળવારે છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, નાગાલેંડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરપ્રદેશની વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરીદીધી છે. આ બેઠકો પર ૨ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે જ્યારે ૧૦ નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
બિહારની એક લોકસભા અને મણિપુરની બે વિધાનસભા બેઠક પર ૭ નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે. છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, નાગાલેંડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની ૫૪ બેઠકો પર ૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી થશે જ્યારે ૧૦ નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.
કર્ણાટકની વિધાન પરિષદ અને વિધાનસભાની બે-બે બેઠકો માટે ૨૮ ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી થશે. જ્યારે ૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ મતગણતરી થશે.
ચૂંટણી પંચે દ્વારા મંગળવારના રોજ આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ર્ચિમ બંગાળમાં આ સમયે પેટાચૂંટણીની તારીખની જાહેરાત નહી કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે આ રાજ્યોના મુખ્ય સચિવો – મુખ્ય ચૂંટણી અધિકારીથી ચૂંટણી અને તેના સંબંધિત મુદ્દાઓના સંચાલનમાં મુશ્કેલીઓ ઉભી કરવાના ઇનપુટ મળ્યાં છે.
આમ ચૂંટણી પંચે મધ્ય પ્રદેશ, ગુજરાત, ઓડિશા નાગાલેંડ, મણિપુર સહિત કેટલાંક રાજ્યની ૫૬ વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ બેઠક પર ૩ નવેમ્બરના રોજ મતદાન અને ૧૦ નવેમ્બરના રોજ મતગણતરી કરાશે. જો કે ચૂંટણી પંચે આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ર્ચિમ બંગાળની ૭ બેઠકો પર પેટાચૂંટણી નહી યોજવાનો નિર્ણય લીધો છે.