19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાની ધોરણ-1 ની વિદ્યાર્થીની સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દીધી હતી. બે દિવસ પોલીસને ગોળ ગોળ ફેરવ્યા બાદ આચાર્યએ પોતાના ગુનાની કબૂલાત આપી હતી. હાલ આરોપી રિમાન્ડ પર છે. ત્યારે બુધવારે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ બાળકીને માતા પાસેથી કારમાં બેસાડ્યાથી લઇને દુષ્કર્મના પ્રયાસ અને હત્યા બાદ જે ખેલ કર્યા એ ફરીથી પોલીસ આગળ કરી બતાવ્યા હતા.
આરોપીએ જે કારનો ઉપયોગ કર્યો એવી જ કાર મંગાવાઇ
બુધવારે પોલીસ આરોપી ગોવિંદ નટને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બનાવ સ્થળે પહોંચી હતી અને 19મી સપ્ટેમ્બરના રોજ બાળકીને રસ્તા પરથી તેની માતા પાસેથી પોતાની કારમા બેસાડવાથી લઈને બાળકીને વર્ગખંડ અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મુકવા સુધીની સમગ્ર ઘટનાનુ રીકન્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ. જેમા નરાધમ આચાર્યએ જે મોડલની કારનો ઉપયોગ ગુનો આચરવામા ઉપયોગમા લીધી હતી તે મોડલની કાર પોલીસે મંગાવી હતી અને પોલીસે આરોપી ગોવિંદ નટને સાથે રાખીને બાળકીને તેની માતા પાસેથી કેવી રીતે કારમા બેસાડી હતી. ત્યારબાદ કાર કેટલી સ્પીડમા ચલાવીને લઈ જવામા આવી હતી અને ક્યાં કારને ઉભી રાખીને બાળકી પર કારમા કેવી રીતે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યાર બાદ હત્યાની સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામા આવ્યુ હતું.
ત્યારબાદ પોલીસ આરોપી ગોવિંદ નટને દુષ્કર્મના પ્રયાસના સ્થળ પરથી કારમા તેની શાળાએ લઈ જવામા આવ્યો હતો અને શાળામા નરાધમ આચાર્યએ કારને શાળામા લઈ બાદ જે જગ્યાએ પાર્કિંગ કરવામા આવી હતી તે જગ્યાએ કારને પાર્કિંગ કરવામા આવી હતી અને ત્યારબાદ દિવસ દરમિયાન નરાધમ આચાર્યએ ઘટનાને છુપાવવા માટે જે કંઈ પ્રયાસો કર્યા તે તમામનુ પોલીસની ઉપસ્થિતિમા રીકન્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ.
આ બાદ શાળાનો સમય પૂર્ણ થયા બાદ નરાધમ આચાર્યએ કારમાંથી બાળકીનો મૃતદેહ સગેવગે કરવા માટે ઉચકીને વર્ગખંડ અને કંમ્પાઉન્ડની દિવાલ વચ્ચે કેવી રીતે મુક્યો હતો અને બાળકીના ચપ્પલ અને દફતર વર્ગખંડ આગળ કેવી રીતે મુક્યા હતા અને ત્યારબાદ ત્યાંથી કેવી રીતે ફરાર થઈ ગયો હતો તે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ. પોલીસે આ સમગ્ર રીકન્ટ્રક્શનનુ ડ્રોન કેમેરા અને વીડિયો કેમેરા મારફતે રેકોર્ડિંગ કર્યુ હતુ. પોલીસે રીકન્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
દાહોદ જિલ્લાના સિંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ગોવિંદ નટે શાળાની જ 6 વર્ષીય વિદ્યાર્થીની સાથે ગત 19મી સપ્ટેમ્બર ના રોજ પોતાની કારમા જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હતી. પોલીસની આકરી પુછપરછમાં આરોપીએ ગુનો કબુલી લેતાં પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરુ કરવામા આવી હતી.
આરોપી 4 દિવસના રિમાન્ડ પર
પોલીસે આરોપી આચાર્યને 23મી સપ્ટેમ્બરના રોજ સાંજે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજુ કર્યો હતો. જેમા પોલીસે ગુનાના રીકન્ટ્રક્શન પંચનામું, મોબાઈલની ફોરેન્સિક લેબના માધ્યમથી ડીટેઈલ મેળવવા, ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ? વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય દ્વારા અગાઉ પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ? તેમજ ઘટનાની તપાસ દરમિયાન વારંવાર આચાર્ય ગોવિંદ નટ નિવેદન બદલતો હોવાથી સઘન પૂછપરછ કરવા સહિતના અનેક મુદ્દાઓની રિમાન્ડ યાદી સાથે આરોપી ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લીમખેડા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.