લગભગ ૬,૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ સ્મગલિંગ કેસમાં ઈડ્ઢ સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ ડીએસપી જગદીશ ભોલા સહિત ૧૭ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જગદીશ ભોલાની સાથે મનપ્રીત, સુખરાજ, સુખજીત સુખ અને મનિન્દરને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ભોલાની પત્ની ગુરપ્રીત કૌરને ૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં કુલ ૨૩ આરોપીઓ હતા, જેમાંથી ચારના મોત થયા છે જ્યારે બે આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
માર્ચ ૨૦૧૩માં ફતેહગઢ સાહિબમાં કેનેડિયન એનઆરઆઈ અનૂપ સિંહ કાહલોની ધરપકડ સાથે છ હજાર કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ થયો હતો. ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા ડિસમિસ ડીએસપી જગદીશ ભોલાએ આ રેકેટમાં મજીઠીયાની સંડોવણીનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. ભોલાના ખુલાસાના આધારે અમૃતસર સ્થિત ફાર્મા કંપનીના લીડર બિટ્ટુ ઔલખ અને જગદીશ સિંહ ચહલની પણ પૂછપરછ અને ધરપકડ કરવામાં આવી હતી.