55 વર્ષના પુત્રનું 80 વર્ષની માતા પર દુષ્કર્મ:વૃદ્ધાની બૂમો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા, ઘરનો દરવાજો ખોલતાં જ ધ્રુજાવી દેનારું દૃશ્ય જોયું, પોલીસે આરોપીને ઝડપી લીધો

અંજારના એક ગામમાં સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 55 વર્ષના પુત્રએ પોતાની 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું છે. માતાની બુમાબૂમ સાંભળી આસપાસના પાડોશીઓ દોડી આવ્યાં હતા. જેઓએ ઘરનો દરવાજો ખોલતા જ ધ્રુજાવી દેનારું દૃશ્ય જોયું હતું. સમગ્ર મામલે આરોપીના નાના ભાઈની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પુત્રની આટલી હદે વિકૃતિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

શું છે સમગ્ર બનાવ? અંજારના એક ગામમાં માતા-પુત્ર બન્ને એકલા રહેતા હતા. તેમજ બીજો પુત્ર કે જે પરિણીત છે તે પાડોશમાં જ રહે છે. ગત તા.27ની રાત્રે 55 વર્ષીય પુત્ર ઘરે આવી 80 વર્ષની સગી માતા પર દુષ્કર્મ આચરી રહ્યો હતો અને પોતાની હવસ સંતોષી રહ્યો હતો. ત્યારે વૃદ્ધાએ પુત્રની આ કરતૂત જોઈ બુમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસના લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. પાડોશીઓએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો તો ધ્રુજાવી દેનારું દૃશ્ય જોયું હતું. પુત્ર પોતાની સગી માતા પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો, જેથી પાડોશીઓએ પુત્રને રંગેહાથ ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પોલીસને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. પુત્રની આટલી હદે વિકૃતિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હવસખોરે પોતાની સગી માતાને પણ છોડી ન હતી. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. દારૂ પીવા માટે માતાને ભીખ માંગવા પણ મજબૂર કરતો હતો આરોપી કોઈ કામધંધો કરતો નથી અને દારૂની લત ધરાવે છે. તે દારૂ પીવા માટે માતાને ભીખ માંગવા પણ મજબૂર કરતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ દારૂ પીવા સંબંધિત બે-ત્રણ કેસ નોંધાયેલા છે. હાલમાં પીડિત માતાને બ્રેન હેમરેજની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

અનેક ગુનાઓની તપાસ કરી પરંતુ આવી ઘટના પહેલી વાર જોઈ: પોલીસ તપાસ અધિકારી ગોહિલે જણાવ્યું કે, તેમણે અનેક ગુનાઓની તપાસ કરી છે, પરંતુ આવી શરમજનક ઘટના તેમણે પહેલી વાર જોઈ છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.