વડોદરા,
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં માનસિક દિવ્યાંગ કિશોરીને ઘરના વાડાની ઝાડીઓમાં લઈ જઈને પાડોશી આધેડે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીના પરિવારજનોએ ૧૮૧ અભયમને જાણ કરતા પાદરા અભયમ ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને પરિવારને સાંત્વના આપી આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. વડુ પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીની માતાની ફરિયાદના આધારે હવસખોર આધેડ સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાદરા તાલુકાના એક ગામમાં રહેતા લક્ષ્મીબહેન (નામ બદલ્યું છે) અને તેમના પતિ જશુભાઇ (નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાનું તેમજ પોતાની ૧૫ વર્ષની માનસિક દિવ્યાંગ દિશા (નામ બદલ્યું છે) સહિત બે દીકરીઓનું ગુજરાન ચલાવે છે. લક્ષ્મીબહેન અને જશુભાઇ પોતાની માનસિક દિવ્યાંગ દિશા સહિત બે દીકીરીઓને ઘરે એકલી મૂકીને નોકરી કરવા માટે જાય છે.માનસિક દિવ્યાંગ સગીરાને ઘરના વાડાની ઝાડીઓમાં લઈ જઈને પાડોશી આધેડે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું.
માતા-પિતા નોકરી ગયા બાદ પાડોશમાં રહેતો ૫૩ વર્ષીય સુરેશ ખુમાનસિંહ પાટણવાડીયા ઘરમાં એકલી રહેતી માનસિક દિવ્યાંગ દિશાને ઘરના વાડાની ઝાડીઓમાં બળજબરીથી લઈ જતો હતો અને માનસિક દિવ્યાંગ દિશાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો. માનસિક દિવ્યાંગ દિશા સાથે આધેડ દ્વારા અવાર-નવાર દુષ્કર્મ આચરવામાં આવતા દિશાએ તેના માતા-પિતાને પોતાની સાથે પાડોશી સુરેશ પાટણવાડિયા દ્વારા કરવામાં આવી રહેલા બદકામ અંગેની જાણ કરી હતી.
માનસિક દિવ્યાંગ દિશાની વાત સાંભળતા માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા અને હવસખોર સુરેશ પાટણવાડિયાથી દીકરીને બચાવવા માટે ૧૮૧ અભયમ ટીમને ફોન કરી રજૂઆત કરી હતી. પાદરા અભયમ ટીમ તુરંત જ ગામમાં પહોંચી ગઈ હતી અને સગીરા દિશા અને તેના માતા-પિતાને સાંત્વના આપી હતી. તે સાથે દિશા સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર સુરેશ પાટણવાડીયા સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
અભયમ ટીમની મદદથી દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા દિશાની માતા લક્ષ્મીબહેને વડુ પોલીસ મથકમાં હવસખોર સુરેશ ખુમાનસિંહ પાટણવાડિયા (ઉં.વ.૫૩) સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં આરોપી સુરેશ પાટણવાડિયાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દિવ્યાંગ સગીરા દિશા અને હવસખોર સુરેશ પાટણવાડીયાના મેડિકલ ટેસ્ટની પણ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી છે.
૫ મહિના પહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રહેતા ૬૫ વર્ષીય મથુર ડબકવાળાએ છૂટાછેડા થયા બાદ પિયરમાં પરિવાર સાથે રહેતી ૩૨ વર્ષીય માનસિક દિવ્યાંગ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. માનસિક દિવ્યાંગ મહિલાએ હવસખોર મથુરનો વિરોધ કરતા હવસખોરે મહિલાને ઢોર માર માર્યો હતો અને મોઢામાં મુક્કા મારતા મહિલાના નાકમાં ફેક્ચર થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત મહિલાને હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર મથુરની ધરપકડ કરી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
બે મહિના પહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લવ-જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પરિણીત વિધર્મી યુવાને પોતાની સાથે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવાનની દાનત પારખી ગયેલી યુવતીએ સંબંધો કાપી નાખતાં વિધર્મીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ તો ઠીક વિધર્મી યુવાને યુવતીને બ્લેડથી શરીર પર SORRY લખવા માટે મજબૂર કરી હતી. ચોંકાવનારી વિગત એ છે કે આ વિધર્મી યુવાન સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની સહેલી જ મજબૂર કરતી હતી.