
- બાલાસિનોર નીજમંદિરેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા સાથે ઠાઠ માઠથી પરંપરાગત નીકળી.
- ફગવા મહોત્સવ છેલ્લા 135 વર્ષથી ઉજવણી થતા ગોકિલનાથજીની શોભાયાત્રામાં 2500 થી વધુ વૈષ્ણવભાઇ ઉત્સાહભેર જોડાયા.
બાલાસીનોર, બાલાસિનોર નગરના મૂળ દેશ-વિદેશમાં વસેલા લોકો છોટી ગોકુલ તરીકે ઓળખાતા બાલાસિનોરમાં બુધવારે ફાગણ સુદ નોમના દિવસે બાલાસિનોર તથા મુંબઈ અને અન્ય સ્થળોએ ધધાર્થે સ્થિત વૈષ્ણવો ધ્વારા ફગવા ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બાલાસિનોર દશાનિમા વણીક સમાજને પોતાના માદરે વતનમાં ભકિતમાં ઘોડાપુરમાં ડુબકી મારવા આતુરતા પૂર્વક રાહ જોવાતો મહોત્સવ એટલે ફાગણ સુદની નોમનો ફગવો ફગવા મહોત્સવ એટલે ઠાકોરજી નિજ મંદિરથી બાલાસિનોરમાં પોતાના ભકતજનો સાથે હોળી ખેલવાનો ઉત્સવ.
બાલાસિનોર નગર પુષ્ટીમાર્ગીય દશાનીમા વૈષ્ણવ વણિક જેઓ વેપાર ધંધાર્થે મુંબઈ તેમજ વિદેશ અને અન્ય સ્થળે સ્થાયી થવા છતાં માદરે વતન પ્રત્યે અપાર સ્નેહ અને ગોકુલેશ ચરણ-શરણ આશકત પ્રિય વૈષ્ણવોથી ભકિતભાવ પૂર્વકની ગોકુલેશ પ્રભુ પ્રત્યેની ધર્મ ભાવનાથી છોટી ગોકુલ તરીકે ઓળખતા બાલાસિનોર નગરમાં છેલ્લા 135 વર્ષોથી આ ફાગણ સુદ નોમના ફગવા મહોત્સવનું આયોજન થાય છે. આ ઉત્સવ જુદા જુદા વર્ષે અંદાજીત જુદા-જુદા દશ મનોરથી ધ્વારા ઉજવાય છે. આ વર્ષે ફગવાના મનોરથી નવનીતલાલ મણિલાલ શાહ (ઝાટ) પરિવાર ધ્વારા ફગવા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ઠાકોરજી પોતાના નિજ મંદિર એટલે કે ગોકુલનાથજી મંદિરેથી પાલખીમાં સવાર થઈ પોતાના વૈષ્ણવ ભકતો સાથે અને બેન્ડવાજા તથા વૈષ્ણવ ભકતો ધ્વારા જૈ જૈ શ્રી ગોકુલેશ નાનાદ સાથે બગીચામાં હોળી રમવા માટે સવારના 10:30 કલાકે પ્રારંભ કર્યો. બપોરના અંદાજીત 3 થી 4 હજાર વૈષ્ણવોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આજે આખો દિવસ ઠાકોરજી બગીચામાં હોળી ઉત્સવનો અનેરો આનંદ લે છે. ત્યારે બાદ સાંજે પાંચ વાગ્યાના સુમારે ઠાકોરજી બગીચાથી વૈષ્ણવો ધ્વારા અબીલ ગુલાલની છોળો વચ્ચે નિજ મંદિર પરત ફરે છે. આ દિવસે બાલાસિનોર નગરના રસ્તાઓએ જાણે અબીલ ગુલાલની ચાદર ઓઢી લીધી હોય તેવુ લાગે છે. આ ખુબ ભકિતભાવ અને રંગે ચંગે આ પુષ્ટી માર્ગીય દશાનીમા વણીક સમાજ ધ્વારા ફગવા મહોત્સવ ઉજવાય છે. બાલાસિનોરનો ફગવા મહોત્સવ માણવાનું એક અનેરો લાહવો છે.