- નારાયણ સેવા સંસ્થા દ્વારા ૩૯માં નિ:શુલ્ક નિર્ધન અને દિવ્યાંગ સામૂહિક વિવાહ સમારોહ યોજાયો.
ઉદયપુર,
નારાયણ સેવા સંસ્થાન દ્વારા ૩૯માં નિશુલ્ક નિર્ધન અને દિવ્યાંગ સામૂહિક વિવાહ સમારોહ યોજાયો હતો આ વિવાહ સમારોહમાં ૫૧ જોડીઓએ પવિત્ર અગ્નિના ફેરા લઇ એક બીજાને જીવનભર સાથ નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં નાગરિકો,જોડીઓના સગા સંબંધીઓએ ભાગ લીધો હતો.
નારાયણ સેવા સંસ્થાન દ્વારા યોજાયેલા આ સમારોહમાં વરરાજા સજીઘજી આવ્યા હતાં અને પરંપરાગત તોરણની વિધિમાં ભાગ લીધો હતો અને લગ્નગ્રંથીથી જોડાયા હતાં વિવાહ માટે મોટો મંડપ બનાવવામાં આવ્યો હતો જેમાં ભીલવાડાના પંડિત યોગેન્દ્ર આચાર્ય,શાસ્ત્રી ઉપેન્દ્ર ચૌબીસા અને વિકાસ ઉપાધ્યાય ના નિર્દેશનમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૫૧ જોડીઓ લગ્નગ્રંથીથી જોડાઇ હતી કન્યાઓ સમારોહના ભવ્ય મંચ પર ઢોલ નગારા વચ્ચે આવી પહોંચી હતી વરમાળાની વિવિધ પ્રજ્ઞાચક્ષુ કરોલીના કેસરી નંદન અને હાથથી દિવ્યાંગ ઝારખંડની ઉમલા.લસાડિયાના પ્રક્ષાચક્ષુ પ્રેમચંદ મીણા અને ત્રણ વર્ષની ઉમરમાં બંન્ને પગથી પોલિયોની શિકાર સુરજા મીણા,મહેન્દ્રકુમાર અને કલાવતી આમલિયા(બંન્ને દિવ્યાંગ)ભરતપુરના સત્યેન્દ્ર અને ઝારખંડ સુનિતા બંન્ને દિવ્યાંગની સાથે નિર્દેશક વંદના અગ્રવાલ અને પલકના સાનિયમાં શરૂ થઇ આ દરમિયાન લગ્ન મંડપમાં ખુબ તાળીઓ વાગી હતી વરમાળાની વિધિ બાદ દુલ્હન દુલ્હા ભવ્ય વિવાહ મંડપ પર પહોંચ્યા આ દરમિયાન કોઇ વ્હીલચેયર પર તો કોઇ લાકડીના ટેકે અને કેલિપર્સના સહારે પોતાની નિર્ધારિત વેદી પર પહોંચ્યા હતાં જયાં તેમણે પરિવારજનો અને ધર્મ માતા પિતાના સાનિયામાં પવિત્ર અગ્નિના ફેરા લીધા હતાં.સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉમલા કુમારી લંડન,ડો પ્રેમરાની સિંગલ અને વીના શર્મા યુએસએ,કે કે ગુપ્તા ડુંગરપુર અને કુસુમ ગોયલ મથુરા હાજર રહ્યાં હતાં.
સંસ્થાન સંસ્થાપક પદ્મશ્રી કૈશાલ માનવે આ પ્રસંગે કન્યાદાનના આ અનુષ્ઠાનમાં સાથીઓ અને નવયુગલોને આર્શીવાદ આપતા કહ્યું કે દેવ દુર્લભ માનવ જીવન આપણને ભાગવતકૃપાથી જે પણ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ સમાજના પીડિત અને વંચિત વર્ગ માટે કરી જીવનને સાર્થક કરવામાં આવે સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે અતિથિઓ અને વર વધુઓનું સ્વાગત કરતા કહ્યું કે ગત ૨૧ વર્ષથી સંસ્થાન ૨૨૦૦ નિર્ધન અને દિવ્યાંગ જોડીના સુખદ ગૃહસ્થી વસાવવામાં સહાયક બની છે. તેમણે કહ્યું કે આ વિવાહમાં જે જોડીઓ લગ્નગ્રંથીથી જોડાઇ છે તેમાં રાજસ્થાન,બિહાર,ઝારખંડ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવેલી જોડીઓ છે. નવદંપતિઓને ઘર વકરી જેવી કે ગેસનો ચુલો,પલંગ,કબાટ વાસણો પંખા સિલાઇ મશીન પાણીની ટાંકી વગેરે આપવામાં આવી હતી જયારે દરેક દુલ્હનોને મંગલસુત્ર,કર્ણફૂલ,પાયલ અને દુલ્હાને વીટી કપડા ઘડિયાળ વગેરેની ભેટ આપવામાં આવી હતી. તેમણે કહ્યુયં કે આ વખતે સામૂહિક વિવાહનું ધ્યેય જળ જ જીવન અનુસાર નવયુગલોની લગ્નવિધિ પુરી થયા બાદ તમામ નવ દંપતિઓને પાણી બચાવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સગા સંબંધિઓએ કન્યા વિદાય આપી હતી આ પ્રસંગે તમામની આંખો નમ્ર થઇ ગઇ હતી.