500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા : હાલોલ GIDCમાં યુવકને ગળે ટૂંપો દઈ હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

હાલોલ GIDCમાં આવેલી ઇન્ડિયન લોજીસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફીસમાં કામ કરતા યુપીના યુવકનો રહસ્યમય મૃતદેહ ઓફીસ નજીકના ગોડાઉન બહાર પડેલો મળી આવ્યા બાદ હાલોલ ટાઉન પોલીસે મૃતદેહનું પીએમ કરાવતા યુવકનો ગળું દબાવી તેનું મોત નિપજાવવમાં આવ્યું હોવાથી હકીકત સામે આવતા પોલીસે યુવકની હત્યા અંગે ફરિયાદ દાખલ કરી તાપસ શરૂ કરી હતી. જેમાં ત્રણ શકમંદ આરોપીઓની પૂછપરછ બાદ તેઓએ મજૂરીના નાણાં બાબતે થયેલી તકરા માં રાત્રે સુતેલા યુવકનું દોરી વડે ટૂંપો આપી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરતા તમામ ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તા. 20 ડિસેમ્બરના રોજ હાલોલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા બંસલ મોલની પાછળ આવેલી ઇન્ડિયન ન્ટ્રાન્સપોર્ટની ઓફીસમાં કામ કરતા યુપીના 37 વર્ષીય યુવકનું રહસ્યમય મોત નીપજ્યું હોવાની જાણ તેના મોટા ભાઈએ હાલોલ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચકયાસ કરી યુવકના મૃતદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા : પોલીસે હત્યાની શંકાએ પેનલ પીએમ કરાવતા યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યા બાદ મૃતક યુવક સીતારામ યાદવના ભાઈ છીતારામ યાદવની ફરિયાદ લઈ ટ્રાન્સપોર્ટ ઓફીસના સીસીટીવી તેમજ આજુબાજુ રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યાના આગલા દિવસે મૃતક સીતારામ સાથે કામ કરતા ક્રિષ્ના શ્રીનારાયન યાદવને મજૂરીના 500 રૂપિયાની લેતી દેતી બાબતે તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેને સીતારામ યાદવની હત્યા કર્યા અંગે કબૂલાત કરી હતી અને હત્યામાં તેના અન્ય બે સથી મિત્રો અમિત જવાહરલાલ યાદવ અને સુનિલ જીતેન્દ્ર યાદવએ મદદગારી કર્યાનું પણ તેને પોલીસ પોલીસને જણાવ્યું હતું. આરોપીઓએ જણાવ્યું હતું કે, તકરાર થયાની રાત્રે સીતારામ યાદવની રૂમ ઉપર જય તે સૂતો હતો. ત્યારે જ દોરીથી તેના ગળે ટૂંપો દઈ તેનું કામ તમામ કરી નાખ્યું હતું. પોલીસે તમામ ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.