500 કિલો અયોધ્યા જતા વિશાળ નગારાનું લીમખેડા અને દાહોદ પહોંચતા ડબગર સમાજ સહિત નગરજનો દ્વારા સ્વાગત

દાહોદ, ગુજરાતના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વાર તૈયાર કરાયેલ 500 કિલોનું વિશાળ નગારૂ ગતરોજ લીમખેડા તેમજ દાહોદ ખાતે આવી પહોંચતા ડબગર સમાજ સહિત નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાવાનો છે. જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક સમાજના લોકો પોતાની યથા શક્તિ મુજબ ભગવાન રામ રામના મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. ત્યારે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વાર ભગવાન રામ ના મંદિરમાં ભવ્ય નગારૂ અર્પણ કરવામાં આવ્યુ છે. આ નગારૂ રામ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહ દ્વાર પર મુકવામાં આવનાર છે. જે નગારૂ 56 ઈચ અને 500 કિલો વજન ધરાવતા આ નગારાને બનાવવામાં 8 લાખનો ખર્ચ થયો છે. આ વિશેષ નગારૂ વિશેષ રથમાં સવાર થઈ અયોધ્યાધામ ખાતે રવાના થયું હતું. જે આજે લીમખેડા તેમજ દાહોદ ખાતે આવી પહોંચતા લીમખેડા ના નગરજનો અને ડબગર સમાજ દ્વારા ફૂલહાર, આરતી પુજા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ સાથે વિશાળ શોભાયાત્રા લીમખેડા નગરમાં કાઢવામાં આવી હતી. હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર નગરને ભક્તિમય બનાવી દીધો હતો.