મુંબઇ, બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર પ્રભુદેવાના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ સામે આવી છે. હકીક્તે કોરિયોગ્રાફર ચોથી વખત પિતા બની ગયા છે. જણાવી દઈએ કે તેમની બીજી પત્ની હિમાનીએ પહેલી બાળકીને જન્મ આપ્યો છે. આ વાતને ખુદ પ્રભુદેવાએ જ કન્ફર્મ કર્યું છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રભુદેવાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, હા આ ખબર સાચી છે. હું આ ઉંમરમાં એટલે કે ૫૦ વર્ષમાં ફરી પીતા બની ગયો છું અને હું ખૂબ જ વધારે ખુશ પણ છું. આજે હું પોતાને પુરો અનુભવી રહ્યો છું. આ બધામાં સૌથી સારી વાત એ રહી કે પરિવારમાં એક બાળકી પેદા થઈ છે.
પ્રભુદેવાએ આગળ કહ્યું, મેં હવે પોતાનું કામ ખૂબ ઓછુ કરી દીધુ છે. કારણ કે ઘણા સમયથી મને એ લાગતું રહ્યું હતું કે હું બસ આમથી તેમ ભાગી રહ્યો છું. પરંતુ હવે બધુ કામ થઈ ગયું. હવે નાસભાગથી દૂર હું મારો દરેક સમય પરિવારની સાથે પસાર કરવા માંગું છું.
જણાવી દઈએ કે પ્રભુદેવાને પહેલી પત્નીથી ત્રણ દિકરા હતા. આજ કારણ છે કે હવે ઘરમાં દિકરીના આવવાથી ખૂબ જ વધારે ખુશ છે અને વધારે સમય દિકરીની સાથે પસાર કરવા માંગે છે.