૫૦ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી, ૧૧ જિલ્લામાં નવા કલક્ટરોની નિમણૂંક

ગાંધીનગર, ગુજરાતમાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારની મોડી રાતે બદલીઓના આદેશ આપ્યા છે. મહેસૂલ વિભાગમાં મામલતદાર અને કલેકટરોની બદલી અને પોસ્ટિંગ બાદ રાજ્યમાં ૫૦ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી. અમદાવાદ સહિત ૧૪ જિલ્લાઓમાં ડીડીઓ અને ૧૧ જિલ્લામાં નવા કલકેટરોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વડોદરા કલેકટર એ.બી. ગોરની સીએમ કાર્યાલયમાં બદલી થઈ.

ગુજરાતમાં જિલ્લા કલેકટરો સાથે જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી થઈ.રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં જિલ્લા કલેકટર એચ.કે. કોયાની બદલી કરવામાં આવી અને તેમના સ્થાન પર નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક કરવામાં આવી છે. પ્રવાસન વિભાગના સ્ડ્ઢ ડૉ. સૌરવ પારધીની બદલી થઈ જ્યારે ડીડીઓ સુરભી ગૌતમની આઇસીડીએસમાં કરાઈ બદલી કરવામાં આવી. ઉપરાંત વલસાડ કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી કરાઈ તો બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશ્ર્નર તરીકે બદલી કરવામાં આવી.

નવસારીના કલેક્ટર ખેડાના કલેક્ટર બન્યા. ટુરિઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા. જ્યારે રાજકોટના ડેપ્યુટી કમિશ્ર્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવવામાં આવ્યા. જામનગરના કલેક્ટરની વડોદરા કલેક્ટર તરીકે બદલી થઈ. અને એએમસીના ડે. કમિશ્ર્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા. મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા જ્યારે કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવવામાં આવ્યા.મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાની દ્વારકા કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો જામનગર કલેક્ટર બી.એ. શાહની વડોદરા કલેક્ટર તરીકે અને નવસારી કલેક્ટર પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી. ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી કરાઈ. તો રાજકોટ કોર્પો. ડે. કમિશ્ર્નરની છોટા ઉદેપુર કલેક્ટર તરીકે અને અમરેલી ડ્ઢર્ડ્ઢંની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી. જ્યારે મોરબીના ડ્ઢર્ડ્ઢંની ગીર સોમનાથના કલેક્ટર તરીકે અને શિક્ષણ વિભાગના ડાયરેક્ટર પી.બી. પંડ્યાને અમરેલી ડીડીઓ બનાવવામાં આવ્યા.