બેંગ્લોર: ભારત અને કેનેડા વચ્ચેના અનેક નવા સંબંધો છેલ્લા 40 વર્ષમાં બન્યા અને અમેરિકા બાદ ભારતીયો માટે કેનેડા બીજો સૌથી મોટો પસંદગીનો દેશ બન્યો છે તે વચ્ચે હાલના તનાવે ચિંતા વધારી છે છતાં પણ ભારતીયોને કેનેડાનો ક્રેઝ ઓછો થશે કે કેમ તે પણ પ્રશ્ન છે. છેલ્લા પાંચ વર્ષમાં 1.60 લાખ ભારતીયોએ કેનેડીયન નાગરિકત્વ અપનાવ્યું છે.
અમેરિકાના વિસા મળવા પણ મુશ્કેલ છે. ગ્રીનકાર્ડ કે નાગરિકત્વ એ ઘણી દુરની વાત છે. વિસામાં મોટા પ્રમાણમાં ‘નાણા’ હોય કે ખાસ કરી બૌદ્ધિકતા હોય તો પણ તેમાં અનેક કોઠા વિધવા પડે છે પણ દેશના એક મધ્યમ કે તેનાથી થોડા સમૃદ્ધ વર્ગ માટે કેનેડા એ સૌથી પસંદગીનો દેશ બની ગયો છે.
બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીયો વધવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 8.4 લાખ ભારતીયો દેશની નાગરિકતા છોડી છે અને તેમાં 50% ભારતમાં હજું પશ્ચિમી દેશોની જેમ બેવડી નાગરિકતા અપાતી નથી તો બીજી તરફ વિદેશી નાગરિકતામાં ઈંગ્લીશ ભાષા બોલતા દેશોએ ભારતીયોની પ્રથમ પસંદગી બની ગયા છે.
આ માટે શિક્ષણ, રોજગારી અને આરોગ્યની વધુ સારી સેવાને કારણ ગણવામાં આવે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા તેના અર્થતંત્રને બુસ્ટ કરવા વધુને વધુ વિદેશીઓને પક્ષના દેશમાં પ્રવેશ આપે છે. સૌથી મહત્વનું ભારતમાંથી ટેલેન્ટ-વિદેશમાં ઘસડાય છે તે સૌથી મોટુ નુકશાન છે.