જૂનાગઢ બેઠકનાના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચિમકી આપતા કહ્યુ છે કે ૫ વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી, પ્રાચી ખાતે ધારસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં રાજેશ ચૂડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધતા આ વાત કહી હતી..
રાજેશ ચૂડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઇને ચર્ચા ઉઠી છે કે એક જન પ્રતિનિધિને શું આ શોભે છે. શું એક સાંસદ આ રીતે બદલાની ભાવનાથી કામ કરશે.
મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેરવાયા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી. હવે ચૂંટણી પત્યા બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી છે. સવાલ એ થાય છે તે શું આ જ રીતે તમે રાજકારણ કરશો.
જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોક્સભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી ત્યારે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો હતો..તેમના સામે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાયા હતા.. રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં ગીર-સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત પણ કરી હતી. .
ભાજપના અગ્રણી અશ્વિન મણિયાર દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં ઉમેદવાર રાજેશ ચુડાસમા મુદે વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી અને તેમને બદલવા અંગે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પત્રમાં વેરાવળ ના ડો અતુલ ચગ આપઘાત પ્રકરણ અને જૂનાગઢ કોર્પોરેશનના વહીવટ સહીત અલગ-અલગ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.