![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/10/bjp-580x368-768x487-1.jpg)
નવીદિલ્હી, ભાજપ, કોંગ્રેસ, બીઆરસી, આપ જેવા રાજકીય પક્ષો રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ , તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીઓનું માત્ર જમીન પર જ નહીં. મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટર પર પણ તેમની વચ્ચે ડિજિટલ યુદ્ધનું વાતાવરણ રહેશે. ચૂંટણી પ્રચાર માટે તમામ રાજકીય પક્ષો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી એઆઈ, એનિમેટેડ વીડિયો, મીમ્સ, પ્રાદેશિક લોકગીતોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.
રાજકીય પક્ષો ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા રેલીઓની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઘણું કામ કરી રહ્યા છે. પાર્ટીઓ સાથે નેતાઓના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ વીડિયો, મીમ્સ, એનિમેટેડ વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયાની ટીમ આ વાયરલ કરવા અને બને તેટલા લોકો સુધી પહોંચવા માટે ૨૪ કલાક કામ કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ખાસ તૈયારીઓમાં વ્યસ્ત છે. બંને એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે. આ માટે રાજકીય પક્ષો તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને પોસ્ટ જોઈને મતદારોની પસંદગીઓ શોધી રહ્યા છે. એઆઈ નિષ્ણાતો કહે છે કે એઆઈ ટેકનોલોજી ચોક્કસપણે સસ્તી છે, પરંતુ તેના દુરૃપ્રયોગની ઘણી શકયતાઓ છે. તેની મદદથી કોઈપણ નેતા કે ઉમેદવારનો અવાજ અને ઈમેજીસનું કલોનિંગ કરીને નકલી માહિતી લોકોમાં ફેલાવી શકાય છે. જે ચૂંટણી પચં સમક્ષ મહત્વનો પડકાર છે. એઆઈ ટેકનોલોજીના આગમન સાથે, આ વખતે પ્રચાર બદલાયો હોય તેવું લાગી શકે છે. અત્યાર સુધી, ચૂંટણી પ્રચાર માટે લેખકો અને વ્યૂહરચનાકારોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ચૂંટણી પ્રચાર માટે ઇ-મેઇલ અથવા પોસ્ટની વિવિધતા બનાવીને મતદારોને મોકલતા હતા. આમાં વધુ સમય અને પૈસા લાગ્યા. હવે એઆઈ વડે આ કામ ઝડપથી અને સસ્તું થઈ શકે છે. ગયા વર્ષે પણ વિધાનસભા ચૂંટણીમાં પક્ષોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટસએપ, ટિટર અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યેા હતો. તેનું કારણ એ હતું કે ચૂંટણી પંચે કોરોનાના ડરને કારણે રેલીઓ અને રોડ શો પર પ્રતિબધં મૂકયો હતો. પાર્ટીઓએ દરેક સીટ માટે અલગ વોટસએપ ગ્રુપ બનાવ્યા હતા, જ્યાં ચૂંટણી સંબંધિત પ્રચાર સામગ્રી શેર કરવામાં આવી હતી એનિમેટેડ વીડિયો અને ટૂંકી રીલ્સ મતદારોના મન પર ઐંડી અસર કરી રહી છે. પાર્ટીઓ દ્રારા આવા વિડીયો અને રીલ જાહેર થવા લાગ્યા છે. કોંગ્રેસે છત્તીસગઢમાં ઈડીના દરોડા પાડા.
તો ભાજપે રાજસ્થાનમાં વધી રહેલા ગુનાઓને લઈને વીડિયો જાહેર કર્યેા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની સરકારોએ તેમના કામ અને યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અપલોડ કર્યા છે.