અમદાવાદ,
હમણા તો જાણે કે નગરપાલિકાના દેવાળાની સિઝન ચાલી રહી છે. છેલ્લા ૧૬ દિવસમાં કુલ ૭ નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે જેની સીધી અસર જનતા પર થઈ રહી છે. નગર પાલિકાએ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાંખતા નગરોમાં અંધારપટ છવાઈ ગયો છે. જસદણ, મહેમદાવાદ, સલાયા, ધાનેરા અને ગોધરા નગરપાલિકાએ દેવાળું ફૂંક્તા નગરમાં અંધારૂં છવાઈ ગયું છે.
ગુજરાતની વધુ એક નગરપાલિકાની વીજ પુરવઠાનું કનેક્શન કપાયું છે. આણંદમાં બોરિયાવી નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાયું છે. વીજ જોડાણ કપાતા નગરમાં અંધાર પાટ છવાયો છે. બોરિયાવી નગરપાલિકાનું ૬૦.૧૫ લાખનું વીજ બિલ હજુ બાકી છે. પાલિકાએ વીજ બિલ ન ભરતા MGVCLએ કનેક્શન કાપ્યું છે. આગામી દિવસોમાં ગટર અને વોટર વર્ક્સનું કનેક્શન કાપવાની MGVCLની ચીમકી આપી છે.