ગાંધીનગર, ભારત સરકારનાં પર્સોનલ અને ટ્રેઈનિગ ડિપાર્ટમેન્ટના ૨૧ મે ૧૯૮૫ ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકી ગુજરાત સરકારને ટાંકીને અહીં ગુજરાત સરકારે પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે અઠવાડિયાનાં પાંચ દિવસ એટલે કે ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે.
આ બાબતે ગુજરાત સચિવાલય ફેડરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં ફાઈવ ડે વીક ઉપરાંત જુલાઈ ૨૦૨૩ ની અસરથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
સચિવાલયનાં અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં ૧૯ જેટલા પડતર પ્રશ્ર્નોની યાદી પણ સોંપવામાં આવી હતી. જેનો ઝડપી ઉકેલ લાવવા માટે તેમજ અગાઉનાં આવેદનપત્રોનાં જવાબ ન મળતા અધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. તેમજ અધિકારીઓ દ્વારા ગાંધી ચિંયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સચિવાલય ફેડરેશને ગુજરાત સરકારની કચેરીઓમાં ફાઈવ ડે વીક ની માંગણી બાબતે જણાવ્યું હતું કે, બે દિવસ દરમ્યાન કચેરી તેમજ અન્ય ખર્ચાઓમાંથી બચત થશે. જેમાં પાયાની સુવિધાઓ જેવી કે, વીજળી, પાણી અને પરિવહનનો સમાવે થાય છે. તેમજ શનિવાર અને રવિરારનાં દિવસમાં સરકારી કર્મચારી અને અધિકારીઓ પરિવાર સાથે સમય પસાર કરી શકશે. ગુજરાત સરકારની ચિંતન શિબિરોમાં તેમજ પૂર્વ કર્મચારીઓની કાર્યક્ષમતા સંદર્ભે યોજાતા સેમિનારોમાં સરકારી અધિકારી તેમજ કર્મચારીઓ માટે પાંચ દિવસના સપ્તાહની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે.