નવીદિલ્હી, દેશમાં વેચાઈ રહેલી ઘણી વૈશ્ર્વિક બ્રાન્ડ પ્રોડકટસ ચીનમાં બની શકે છે. કેટલીકવાર ઉત્પાદનની કિંમત એટલાં માટે ઓછી હોય છે કે તે ચીનમાં અથવા વિશ્ર્વના અન્ય ભાગમાં ઉત્પાદિત થાય છે. ઘણા ગ્રાહકો ઉત્પાદન ક્યાં ઉત્પાદિત થાય છે તેના આધારે નિર્ણયો લે છે. આ અંગે સ્થાનિક વર્તુળોએ સર્વે હાથ ધર્યો હતો.સર્વેમાં પૂછવામાં આવ્યું, ’શું તમે છેલ્લા ૧૨ મહિનામાં ચીનમાં બનેલી કોઈ પ્રોડકટ ખરીદી છે?
આ સર્વેમાં ૧૨૭૬૭ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી ૫૫% લોકોએ કહ્યું કે તેઓએ છેલ્લા ૧૨ મહિનામાં મેડ ઇન ચાઇના પ્રોડકટ ખરીદી છે. જ્યારે ૪૫% લોકોએ કહ્યું કે તેઓએ તેને ચીનમાં બનેલ વસ્તુ નથી ખરીદી.
સર્વેમાં સામેલ ૬૪% લોકોએ કહ્યું કે તેઓએ તેમના ફોનમાં કોઈ ચાઈનીઝ એપ ઈન્સ્ટોલ કરી નથી. તેમજ ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક અને મોબાઈલ એસેસરીઝને ચાઈનીઝ પ્રોડક્ટ તરીકે ખરીદવામાં આવે છે. વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને કારણે ૬૩% ભારતીયો ચીન ની પ્રોડકટ ખરીદવાનું ઓછું કર્યું છે. ૧૬% લોકોએ કહ્યું કે ભારતીય વિકલ્પો કિંમત અને ગુણવત્તા બંનેમાં વધુ સારા છે. ગ્રાહક સેવા પણ સારી છે. સર્વેમાં સામે આવ્યું છે કે દર ચારમાંથી એક સ્માર્ટફોન યુઝર્સ એક અથવા વધુ ચાઈનીઝ એપ્સનો ઉપયોગ કરે છે.