મુંબઇ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪નું બ્યુગલ વાગી ચુક્યા છે. ત્યારે નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ પણ તેજ થઈ ગયું છે. સાથે જ રાજકારણમાં રસ ધરાવતી હસ્તીઓ પણ સમયાંતરે પોતાના નિવેદનો આપતી રહે છે. અભિનેતા પ્રકાશ રાજે દેશના રાજકીય પક્ષો પર આવો જ એક કટાક્ષ કર્યો છે.
પ્રકાશ રાજે ચિક્કામગાલુરુમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જે રાજકીય પક્ષ લોક્સભા ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠકો જીતવાની વાત કરી રહ્યો છે તે ‘અહંકારી’ છે. જનતા નક્કી કરશે, ૪૦૦ બેઠકો માત્ર કોઈ કહે છે એટલા માટે યાનમાં લેવામાં આવશે નહીં. રાજકીય પક્ષોએ અહંકાર ન કરવો જોઈએ.
બીજેપીનું નામ લીધા વિના અભિનેતા પ્રકાશ રાજે કહ્યું કે જેમણે ૪૨૦ (છેતરપિંડી) કરી છે તેઓ આ લોક્સભા ચૂંટણીમાં ૪૦૦ સીટો જીતવાની વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સ્લોગન આપ્યું હતું કે, ‘અબ કી બાર ૪૦૦ કે પાર’ ૪૦૦થી વધુ સીટો જીતીને ત્રીજી વખત સરકાર બનાવીશું. કોંગ્રેસીઓ એમ પણ કહે છે કે બહુમતી સાથે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે.
કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષ, આવા સૂત્રો તેમના ઘમંડને દર્શાવે છે. લોકશાહી દેશમાં કોણ શાસન કરશે તે લોકો નક્કી કરે છે. માત્ર રાજકીય પક્ષોના કહેવાથી ન તો ચૂંટણી જીતવામાં આવે છે કે ન તો સરકારો રચાય છે.
પ્રકાશ રાજે કહ્યું કે નેતાઓ અને પક્ષો ત્યારે જ સીટ જીતી શકે છે જ્યારે જનતા તેમને ચૂંટતી હોય. તમારો મત આપી રહ્યાં છીએ. કોઈપણ રાજકીય પક્ષ એવો દાવો કરી શકે નહીં કે તેઓ ૪૦૦ બેઠકો લઈ શકે છે. ૫ ફેબ્રુઆરીએ એક ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ ચોક્કસપણે ૪૦૦ સીટો જીતશે.
લોક્સભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. વધુમાં વધુ ૧૦૦ થી ૧૨૫ દિવસ બાકી છે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે પણ આવો જ દાવો કરી રહ્યા છે. શું આમ કહીને ચૂંટણી જીતી જશે. હોશમાં આવો સરકાર, જનતા નક્કી કરશે કોણ જીતશે.