ગાઝા,યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ) એ ગાઝામાં ૪૦ બંધકોની મુક્તિ સુનિશ્ર્ચિત કરવા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારને લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવના બે દિવસ બાદ જ હમાસે કહ્યું કે જે ૪૦ બંધકોને છોડાવવાની વાત કરવામાં આવી રહી છે તે હવે હયાત નથી. હમાસે મયસ્થીઓને એમ પણ કહ્યું કે તેમની પાસે બહુ ઓછા બંધકો છે. જોકે, હજુ સુધી બંધકોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
હમાસે કહ્યું કે જે બંધકો બચી શક્યા નથી તેમાં મહિલાઓ, બાળકો અને બીમારોનો સમાવેશ થાય છે. યુએસ છેલ્લા છ અઠવાડિયાથી બંધકોની મુક્તિ માટે હમાસ સાથે ડીલનો પ્રસ્તાવ કરી રહ્યું હતું. દરમિયાન સીઆઈએના ડાયરેક્ટર બિલ બર્ન્સે ઈઝરાયેલના મોસાદના વડા, ક્તારના વડા પ્રધાન અને ઈજિપ્તના જાસૂસ વડાને રવિવારે કૈરોમાં મળ્યા હતા.
આ સમય દરમિયાન, હમાસ પ્રતિનિધિમંડળ પણ કૈરોમાં હાજર હતું, તેણે ઇજિપ્ત અને ક્તારના મયસ્થીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. તેણીએ જણાવ્યું હતું કે દરખાસ્તમાં ઓછામાં ઓછા ૭૦૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો પણ સમાવેશ થશે, જેમાં ૧૦૦ થી વધુ જેઓ ઇઝરાયેલીઓની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
હમાસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે જૂથ (હમાસ)એ કૈરોમાં એક બેઠકમાં ઇઝરાયેલના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસે મંગળવારે કહ્યું કે ક્તાર અને ઇજિપ્ત તરફથી મયસ્થી તરીકે ઇઝરાયેલનો પ્રસ્તાવ પેલેસ્ટાઇનની કોઈપણ માંગને પૂર્ણ કરતું નથી. હમાસે વધુમાં કહ્યું કે તે આ પ્રસ્તાવ પર પુનવચાર કરશે અને મયસ્થીને તેના વિશે જાણ કરશે.
ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા. આ સમયગાળા દરમિયાન હમાસે ૨૫૦ થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી ૧૩૩ બંધકો હજુ પણ હમાસ પાસે છે. આ હવાઈ હુમલાના જવાબમાં ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.