તમામ એક્ઝિટ પોલ અને દ્ગડ્ઢછ ગઠબંધનમાં સામેલ પક્ષોના દાવાઓને ફગાવીને જનતાએ લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં સંપૂર્ણપણે અલગ પ્રકારનો જનાદેશ આપ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ૩૦૦નો આંકડો પણ સ્પર્શી શક્યું નથી. જો કે, એનડીએ ગઠબંધન બહુમતીના આંકડાથી ઘણું આગળ ગયું. આ લોક્સભાની ચૂંટણીમાં ૪ એવા ઉમેદવારો હતા, જેઓ સૌથી નાની ઉંમરે ચૂંટણી જીત્યા છે. આ ચાર યુવા ચહેરાઓ હવે લોક્સભામાં બેઠેલા જોવા મળશે. આ તમામની ઉંમર માત્ર ૨૫ વર્ષની આસપાસ છે.
પુષ્પેન્દ્ર સરોજ, પ્રિયા સરોજ, શાંભવી ચૌધરી અને સંજના જાટવ હવે ૧૮મી લોક્સભામાં સૌથી યુવા સાંસદ બનવા જઈ રહ્યા છે. પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટી (સપા)ની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટીના શાંભવી ચૌધરી અને સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા છે.
ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોક્સભા સીટ પરથી ચૂંટણી જીતનાર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ, ચૂંટણી જીતનાર સૌથી નાની વયના યુવા ઉમેદવાર બની ગયા છે. પુષ્પેન્દ્ર સરોજની ઉંમર ૨૫ વર્ષ ૩ મહિના છે. તેમનો જન્મ ૧ માર્ચ ૧૯૯૯ના રોજ થયો હતો. પુષ્પેન્દ્ર સરોજ પૂર્વ મંત્રી ઈન્દ્રજીત સરોજના પુત્ર છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પુષ્પેન્દ્ર સરોજે આ વખતે ૨૦૧૯માં પિતાની હારનો બદલો લીધો છે. પુષ્પેન્દ્ર સરોજે યુપીની કૌશામ્બી લોક્સભા સીટ પરથી ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરને ૧.૦૩ લાખ મતોની સરસાઈથી હરાવ્યા છે. ગત વખતે આ બેઠક ઈન્દ્રજીત સરોજનો પરાજય થયો હતો.
ઉત્તર પ્રદેશની મછલીશહર લોક્સભા બેઠક પરથી ચૂંટણી જીતનાર પ્રિયા સરોજ એ ચાર ઉમેદવારોમાં સામેલ છે જેમણે સૌથી નાની ઉંમરે લોક્સભા ચૂંટણી જીતી છે. પ્રિયા સરોજની ઉંમર માત્ર ૨૫ વર્ષ ૭ મહિના છે. તેમણે ભાજપના વર્તમાન સાંસદ ભોલાનાથને ૩૫,૮૫૦ મતોના અંતરથી હરાવ્યા છે. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. વારાણસીના પિન્દ્રા તહસીલના કારખિયાંવ ગામની રહેવાસી પ્રિયા સરોજ છેલ્લા ૭ વર્ષથી સમાજવાદી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે ભાગ લઈ રહી છે. એલએલબીની ડિગ્રી મેળવનાર પ્રિયા સરોજે દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્કૂલિંગ કર્યું છે. તે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી ચૂકી છે.
પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલની પુત્રવધૂ શાંભવી ચૌધરીએ આ વખતે ચિરાગ પાસવાનની એલજેપી ટિકિટ પર ચૂંટણી લડી હતી અને માત્ર ૨૫ વર્ષની ઉંમરે જીતી હતી. બિહારની સમસ્તીપુર લોક્સભા બેઠક પરથી જીતેલી શાંભવીએ કોંગ્રેસના સન્ની હજારીને ૧૮૭૨૫૧ મતોના માર્જીનથી હરાવ્યા હતા. શાંભવી ચૌધરી બિહારમાં નીતિશ કુમારના કેબિનેટ મંત્રી અશોક ચૌધરીની પુત્રી છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયા હતા. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. એટલે કે તે તેના પરિવારની ત્રીજી પેઢીની નેતા છે. શાંભવી ચૌધરીએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી આર્ટ્સમાં સ્છ કર્યું છે.
રાજસ્થાનની ભરતપુર લોક્સભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર સંજના જાટવ ૨૫ વર્ષની ઉંમરે જીતવામાં સફળ રહી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના રામસ્વરૂપ કોલીને ૫૧,૯૮૩ મતોના માજનથી હરાવ્યા. ગયા વર્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જો કે તે દરમિયાન તેમને માત્ર ૪૦૯ વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો.