૪ મહિનામાં ૭ લાખથી વધુ કેસ નોંધાયા, સાયબર ફ્રોડમાં ભારતીયોને હજારો કરોડનું નુક્સાન

નવીદિલ્હી, દેશમાં સાયબર ક્રાઈમના સતત વધી ટ્ઠરહેલા કેસ ચિંતાજનક છે. સત્તાધીશોના તમામ પ્રયાસો છતાં સાયબર ક્રાઈમના કેસો દર વર્ષે વધી રહ્યા છે. ડિજિટલ ઈકોનોમી પર ફોક્સ વચ્ચે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. આ સાથે ભારતમાં સાયબર ફ્રોડના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને ભારતીયોને હજારો કરોડ રૂપિયાનું નુક્સાન વેઠવું પડી રહ્યું છે. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓડનેશન સેન્ટરને ટાંકીને ઈ્ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ સાઈબર ફ્રોડના કારણે ભારતીયોને હજારો કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૪ના આંકડા અનુસાર, સાયબર ફ્રોડના વિવિધ કેસોને કારણે ભારતીય લોકોને ૧,૭૫૦ કરોડ રૂપિયાથી વધુનું નુક્સાન થયું છે અને આ સમયગાળા દરમિયાન નેશનલ સાયબર ક્રાઈમ રિપોટગ પોર્ટલ પર આવા ૭ લાખ ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. છે.

ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓડનેશન સેન્ટરના જણાવ્યા અનુસાર મે મહિનામાં દરરોજ સાયબર ક્રાઈમની સરેરાશ ૭ હજાર ફરિયાદો મળી રહી છે. તેમાંથી ૮૫ ટકા ફરિયાદો ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની છે. આ દર્શાવે છે કે દેશમાં થતા મોટાભાગના સાયબર ગુનાઓ પૈસા સાથે સંબંધિત છે. આ પાછલા વર્ષો કરતાં ઘણું વધારે છે.

જો આપણે સાયબર ક્રાઈમના વર્ષ-દર-વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે છેલ્લા ૫ વર્ષમાં તેમાં અનેકગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૯માં સાયબર ક્રાઈમના માત્ર ૨૬ હજાર ૪૯ કેસ નોંધાયા હતા. ૨૦૨૦માં આ આંકડો વધીને ૨ લાખ ૫૭ હજાર ૭૭૭ થઈ ગયો. તે પછી ૨૦૨૧માં સાયબર ક્રાઈમના કેસ વધીને ૪ લાખ ૫૨ હજાર ૪૧૪ અને ૨૦૨૨માં ૯ લાખ ૬૬ હજાર ૭૯૦ થઈ ગયા. ગયા વર્ષે સાયબર ક્રાઈમના કેસ ૧૫ લાખને પાર કરી ગયા હતા. કુલ આંકડો ૧૫ લાખ ૫૬ હજાર ૨૧૮ રહ્યો. અને આ વર્ષે માત્ર ૪ મહિનામાં ૭ લાખ ૪૦ હજાર ૯૫૭ કેસ નોંધાયા છે.

ભારતમાં થતા મોટાભાગના સાયબર ગુનાઓ નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધિત છે. ટ્રેડિંગ કૌભાંડોમાં લોકોને સૌથી વધુ રૂ. ૧,૪૨૦ કરોડનું નુક્સાન થયું છે. આ વર્ષના પ્રથમ ૪ મહિનામાં ટ્રેડિંગ કૌભાંડના ૨૦,૦૪૩ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, ડિજિટલ ધરપકડના ૪,૫૯૯ કેસોમાં લોકોને ૧૨૦ કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. રોકાણ કૌભાંડને કારણે લોકોએ ૨૨૨ કરોડ રૂપિયા અને ડેટિંગ એપ્સને કારણે ૧૩.૨૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.