નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ’ શહેજાદા ’સંસદીય ચૂંટણી પછી ઉનાળાના વેકેશન’ માટે જશે. ૪ જૂનના પરિણામો જાહેર થયા બાદ ખટાખટ, ખટાખટ નીકળી પડશે. પીએમ મોદીએ લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શું થશે તેની આગાહી કરતા કહ્યું હતું કે, ’ભલે’ ’શહેજાદા’ લખનૌ (અખિલેશ યાદવ) કે દિલ્હી (રાહુલ ગાંધી)ના હોય…તે ૪ જૂનના જ ઉનાળાના વેકેશન માટે વિદેશ જવા રવાના થશે.
આ બંને પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, મહેલોમાં જન્મેલા ’શહેજાદાઓને’ ન તો મહેનત કરવા ટેવાયેલા છે અને ન તો પરિણામ લાવવા માટે સક્ષમ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ’શહેજાદાઓ ’ માટે દેશનો વિકાસ ’ગિલ્લી દંડ’ની રમત સમાન છે.યુપીના પ્રતાપગઢમાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ વધુમાં કહ્યું: હું ખાતરી આપું છું કે હું તમારી સેવા માટે દિવસ-રાત કામ કરીશ. મારી દરેક ક્ષણ તમને સમપત છે, મારા શરીરનો દરેક કણ તમને સમર્પિત છે’’.
વડાપ્રધાન મોદીએ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. તેમણે ૨૦૧૯માં ભાજપની સ્મૃતિ ઈરાની સામે હાર્યા પહેલા ત્રણ વખત લોક્સભાના સાંસદ તરીકે સેવા આપી હતી,.
પીએમ મોદીએ કહ્યું કે, તેમને ખબર હોવી જોઈએ કે રાયબરેલીના લોકો પણ તેમની સામે લડશે. તેને ઘરે પાછા મોકલો અને હવે તે રાયબરેલી પણ છોડી દેશે, ચાંદીના ચમચીથી જન્મેલા બાળકો દેશને ન ચલાવી શકે. ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે ભારત બ્લોક સ્થિર એનડીએ સરકારને બદલવા માંગે છે અને પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન બનાવવા માંગે છે.
૪ જૂન બાદ અનેક ફેરફારો જોવા મળશે, ઇન્ડી ગઠબંધન વેરવિખેર થઈ જશે. અને હાર બાદ કોઈ નેતાને શોધશે જેના પર હારનો દોષી સાબિત કરી શકે.