ચોથી જૂને મહારાષ્ટ્રમાં ભાજપના અંતિમ સંસ્કાર થવાના છે, તેથી જ વડાપ્રધાન મોદીની આત્મા અહીં ભટકી રહી છે

  • ભાજપ એક ઢોંગ રચતી પાર્ટી છે. કર્ણાટકમાં ૨૮૦૦ વીડિયો વાયરલ થઈ રહા છે, જે ભાજપ પરિવારના સભ્યના છે.

નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલી લોક્સભા ચૂંટણીમાં ઘણા નેતાઓ નિવેદન આપી બફાટ કરતા જોવા મળી છે, ત્યારે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ચોથી જૂને મહારાષ્ટ્રમાં ભાજપના અંતિમ સંસ્કાર થવાના છે, તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મા અહીં ભટકી રહી છે. સંજય રાઉતના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

સંજય રાઉતે આજે મીડિયા સમક્ષ કહ્યું કે, ‘તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવા-દેવા નથી. મોદીજીની ભટક્તી આત્મા ભાજપ માટે સ્મશાન બની જશે. જો ભાજપના અંતિમ સંસ્કાર થશે, તો તે મહારાષ્ટ્રમાં થશે, તમે જોઈ લેજો… તેમની આત્મા દિલ્હી-ગુજરાત થઈને મહારાષ્ટ્રમાં આવે છે. તેમની આત્મા વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? કારણ કે મહારાષ્ટ્ર ભાજપ માટે ચોથી જૂને સ્મશાન જેવી સ્થિતિ સર્જાશે, તેથી જ તેમની આત્મા મહારાષ્ટ્રમાં ભાજપ માટે સ્મશાનની જેમ ભટકી રહી છે. ’

તેમણે કહ્યું કે, ‘અમે નિર્ણય કર્યો છે કે, જેઓ મહારાષ્ટ્રના દુશ્મન છે, જેમણે મહારાષ્ટ્રને તોડવાનો પ્રયાસ કર્યો છે, ભલે તે શરદ પવાર હોય કે, ઉદ્ધવ ઠાકરે હોય, તેમની પાર્ટીને તોડવાનો પ્રયાસ કરાયો છે. તેમની આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગઈ છે. અહીંના ઉદ્યોગપતિઓ, અહીંની સંપત્તિ બધુ જ હડપવા ઈચ્છે છે. આ આત્મા સામે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે.’

સંજય રાઉતે કર્ણાટકમાં વીડિયો સેક્સ સ્કેન્ડલ મામલે કહ્યું કે, ‘ભાજપ એક ઢોંગ રચતી પાર્ટી છે. કર્ણાટકમાં ૨૮૦૦ વીડિયો વાયરલ થઈ રહા છે, જે ભાજપ પરિવારના સભ્યના છે. જુઓ મોદીજીનો પરિવાર કેટલો મોટો છે. તેમના પરિવારના સભ્ય ૨૮૦૦ દુષ્કર્મ કરે છે. તેમનો આટલો મોટો પરિવાર છે અને મોદીજી તે વ્યક્તિ માટે મત માંગે છે. આ માત્ર એક ભટક્તી આત્મા જ કરી શકે છે. જો કોઈ આવું કામ કરી શક્તું હોય તો તે માત્ર ભટક્તી આત્મા જ કરી શકે છે અને મોદીજી જ તેવું કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુષ્કર્મ આચરનાર એક વ્યક્તિ માટે મત માંગે છે અને મોદીજીના દિલમાં આ મામલે કોઈ દુ:ખ નથી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્ના પર દુષ્કર્મ, સેક્સ વીડિયો રેકોડગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો મામલે કર્ણાટકમાં હાલ હોબાળો જોવા મળી રહ્યો છે. આ મામલે જેડી(એસ) પાર્ટીએ જ્યાં સુધી SIT ની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.