લંડન,
બ્રિટને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવિશીલ્ડને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દીધી છે. આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે. આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે આમા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઝડપથી કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી અપ્રૂવલ મળવાનો રસ્તો ખૂલી ગયો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈંકોકે કહૃાું હતું કે, ૪ જાન્યુઆરીથી ઓક્સફર્ડની કોરોના વેક્સીન આપવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવશે.
બ્રિટનમાં આ વખતે માત્ર ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમર્જન્સી મંજૂરી મળી હતી. સરકારી ડેટાના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં લગભગ છ લાખ લોકોને વેક્સિનેટ કરાઈ ચૂક્યા છે. વેક્સિનેશન નવા વર્ષની શરૂ આતથી શરુ કરાશે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્રિટન સરકાર સાથે ૧૦ કરોડ ડોઝ સપ્લાઇ કરવાની ડીલ થઈ છે.
યુકેમાં અત્યાર સુધીમાં ૬ લાખ લોકોને ફાઇઝરની કોરોના રસી અપાઈ છે. જણાવી દૃઈએ કે, બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના આગમન પછી ચેપની સંખ્યામાં અચાનક વધારાથી દેશ આશ્ર્ચર્યચકિત છે. હવે આ સ્ટ્રેન ભારત સહિત વિશ્ર્વના ઘણા દેશોમાં પહોંચી ગયો છે.
એસ્ટ્રાઝેનેકાના સીઈઓએ ખાતરી આપી હતી કે તેમની રસી કોરોના સામે ૧૦૦ ટકા સુરક્ષા પૂરી પાડશે. તેમણે એમ પણ કહૃાું હતું કે, ટ્રાયલના પરિણામોમાં તેમની રસીમાં ફાઈઝર-બાયોએન્ટેકની ૯૫% અને મોડર્નાની ૯૪.૫% અસરકારકતા મળી છે. તેમણે કહૃાું કે, અમને લાગે છે કે બે ડોઝ પછી આપણને અસરકારકતા કેવી રીતે મળી શકે તે તેનો ફોર્મ્યુલા પણ મળી ગયો છે.
જીૈંડ્રગ રેગ્યુલેટર પાસે કોવિશીલ્ડ માટે જ ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે. ગત સપ્તાહે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહૃાું હતું કે બ્રિટનમાં આ વેક્સિનને અપ્રૂવલ મળ્યા પછી જ આ અંગે વિચારણા કરાશે. આ સંબંધમાં કમિટીએ પાસે અમુક ડેટા માગ્યો હતો, જે ગત સપ્તાહે જમા કરાવી દેવાયો છે. અદાર પૂનાવાલાએ બે દિૃવસ પહેલાં જ કહૃાું હતું કે વેક્સિનને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અપ્રૂવલ મળવાની આશા છે.
પૂનાવાલાએ એવું પણ કહૃાું હતું કે કંપનીએ પોતાના જોખમે ૫૦થી ૬૦ લાખ ડોઝ તૈયાર કરી લીધા છે. ફેબ્રુઆરી સુધી ૧૦ કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરી લેવાશે. જેવી જ ઈમર્જન્સી અપ્રૂવલ મળી જશે, વેક્સિનની ડિલિવરી શરૂ થઈ જશે. સરકારને ૨૫૦ રૂપિયા અને સામાન્ય ભારતીયોને ૫૦૦ રૂપિયામાં વેક્સિનનો ડોઝ મળશે.