હાલોલ, હાલોલ તાલુકાના બાસ્કા ગામની સર્વે નં.349વાળી જમીનનો વેચાણ દસ્તાવેજથી જમીન પેટેના બાકીના રૂા.1.81 કરોડ નહિ ચુકવી વિશ્વાસ ઘાત છેતરપિંડી કર્યાની આરોપીઓ મીતુલ રાજેન્દ્ર શાહ અને જમાલ શાહ નવાઝ સામે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હોય ફરિયાદને 10 દિવસ થવા આવ્યા છતાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ન હતા. આ દરમિયાન આરોપીઓ દ્વારા હાલોલ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકાઈ હતી. તેની સુનાવણી શુક્વારના રોજ થયેલ અને આગોતરા જામીન અરજી રદ કરાઇ છે. તેમ છતાં આરોપી રાજકીય વગ ધરાવતો હોવાથી પોલીસ તેની ધરપકડ કરવામાં ઢીલાશ વર્તી રહી હોય તેમ લાગી રહ્યું છે.
હાલોલ તાલુકાના બાસ્કા ગામની સર્વે નં.349 વાળી જમીનના માલિકને આરોપીઓ મિતુલ રાજેન્દ્ર શાહ અને જમાલ શાહ નવાજ અનવર દ્વારા લોાભમણી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો અને બાસ્કાની સર્વે નં.349 હે.આર.ચો.મી.0.75.88 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. જમીનના 1 કરોડ 95 લાખ 84 હજાર રૂપીયા નકકી થયા હતા. તે પૈકી 14.51 લાખ રૂપીયા સમય મર્યાદામાં નહી આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે આરોપીઓ મિતુલ રાજેન્દ્ર શાહ અને જમાલ શાહનવાજ અનવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. તેમ છતાં મિતુલ રાજેન્દ્ર શાહ જે ભાજપ આર્થિક સેલની જવાબદારી સંભાળતા હોય આમ રાજકીય વગને લઈ પોલીસ આરોપીઓની ધરપકડ કરી નથી. આ વચ્ચેના ગાળામાં આરોપી દ્વારા આગોતરા જામીન અરજી હાલોલ કોર્ટમાં કરી હતી. આ આ આગોતરા જામીન અરજીની સુનાવણી કોર્ટમાં હાથ ધરતાં આગોતરા જામીન અરજી નામંજુર થઈ હતી. આમ, આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ પણ પોલીસ આરોપીની ધરપકડ કરવામાં આવતી નથી. શું પોલીસ આરોપીને હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર ફરિયાદી સાથે સમાધાન કરવાની તક આપીને કેસને રફેદફે કરવાની પેરવી કરતી હોય તેવું જણાઈ રહ્યું છે. શું પોલીસ આરોપીની રાજકીય પદને ધ્યાન નહિ લઈ મિતુલ રાજેન્દ્ર શાહ અને જમાલ શાહનવાજ અનવરની ધરપકડ કયારે કરે છે. તે જોવું રહ્યું .