નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના જાંબાજોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના જશ્ન તરીકે મનાવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3જી ડિસેમ્બરે આપણાં હવાઈ ક્ષેત્ર અને સરહદી વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન ટ્રાઈડેંટ ચલાવવામાં આવ્યું.
આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના કરાંચી સ્થિત હેડક્વાટરને નિશાને લઈને શરૂઆત કરવામાં આવી હતી. એક મિસાઈલ બોટ અને બે યુદ્ધ જહાજના એક એટેકિંગ ગૃપે કરાંચીના તટે જહાજોના ગૃપ પર હુમલો કર્યો. આ યુદ્ધમાં પહેલીવાર જહાજ પર હુમલો કરનારી એન્ટિ શિપ મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણાં જહાજો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઈલ ટેંક પણ તબાહ થયાં હતા.
કરાંચી હાર્બર ફ્યૂલ સ્ટોરેજના તબાહ થઈ જવાથી પાકિસ્તાન નૌસેનાની કમર તૂટી ગઈ હતી. કરાંચીના તેલ ટેંકરોમાં લાગેલી આગને જ્વાળાઓને 60 કિમી દૂરથી જોઈ શકાતી હતી. કરાંચીના તેલ ડિપોમાં લાગેલી આગ સાત દિવસ સુધી બુઝાઈ નહોતી.
માટે 4 ડિસેમ્બરે જ ઉજવાય છે Navy Day
નૌસેના દિવસ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત હાંસલ કરનારી ભારતીય નૌસેનાની શક્તિ અને બહાદુરીને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. ‘ઓપરેશન ટ્રાઈડેંટ’ હેઠળ 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાના કરાંચી નૌસૈનિક હેડક્વાર્ટર પર એટેક કર્યો હતો. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.
Navy Dayનો ઈતિહાસ
ભાકતીય નૌસેના ભારતીય સેનાનું સામુદ્રીક અંગ છે જેની સ્થાપના 1612માં થઈ હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીઝ મરિન તરીકે સેનાનું ગઠન કર્યું હતુ. જે બાદમાં રોયલ ઈન્ડિયન નૌસેના નામ આપવામાં આવ્યું. સ્વતંત્રતા બાદ વર્ષ 1950માં નૌસેનાનું ફરીથી ગઠન થયું અને તેને ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું.