ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરાઇ

દેશમાં કેટલીક વાર ઘૂસણખોરી કરતા શખ્સો ઝડપાતા હોય છે. ત્યારે ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ છ્જી દ્વારા ધરપકડ કરાઇ છે. લોક્સભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે પુરાવા ઉભા કરીને મતદાન કર્યું હતુ. તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું બતાવીને પુરાવા ઊભા કર્યાનું તપાસમાં ખુલ્યું છે.

ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પાસપોર્ટ સહિતના પુરાવા ઊભા કર્યા હતા.ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયામાં એક આરોપી નોકરી માટે ગયો હોવાના પુરાવા મળ્યા છે.આરોપીઓના આતંકી કનેક્શન અંગે એટીએસ તપાસ કરી રહી છે.અગાઉ પણ આ ચારેય આરોપીઓની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરાઇ હતી.