ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલની સૌથી અનુભવી ટીમ માનવામાં આવે છે. આમાં મોટા ખેલાડીઓ 40 વર્ષની આસપાસ પહોંચી ગયા છે. ગત સત્રમાં જબરદસ્ત બેટિંગ કરનારો ઑસ્ટ્રેલિયાનો શેન વોટસન હોય કે પછી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બંનેની ઉંમર 39 વર્ષની છે. આ ઉંમરમાં ખેલાડી બેટ મુકી દે છે ત્યારે વોટસન દુનિયાભરની લીગ મેચમાં ધમાકો મચાવી રહ્યો છે, તો ધોની તો હંમેશાથી લાજવાબ છે.
1 મિનિટના વિડીયોમાં બંનેની ધમાકેદાર બેટિંગ જોવા મળી
સીએસકેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં આ બંને બેટ્સમેન ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બંને બેટ્સમેનો ઊંચા-ઊંચા છગ્ગા ફટકારી રહ્યા છે. લગભગ 1 મિનિટના વિડીયોમાં બંનેની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ ધોનીની કેપ્ટનશિપમાં 3 વાર ચેમ્પિયન બની છે. આ વખતે ચોથીવાર ચેમ્પિયન બનવાના ઇરાદે ટૂર્નામેન્ટમાં ઉતરશે.
19 સપ્ટેમ્બરના ટકરાશે સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સ
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આઈપીએલની વર્તમાન સીઝન દેશથી બહાર યૂએઈમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માની 4 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ 19 સપ્ટેમ્બરના ટકરાશે. ટૂર્નામેન્ટની ઠીક પહેલા જોકે સીએસકેને મોટા ઝાટકા લાગ્યા છે. તેના 2 ખેલાડી અને 12 લોકો કોરોના પોઝિટિવ થયા હતા, જ્યારે દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ અને ટીમનો વાઇસ કેપ્ટન સુરેશ રૈના ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઇ ચુક્યા છે.