નવીદિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ હવે તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે ૪૪૪ રનની જરૂર છે. દરમિયાન પાંચમા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ ૩૪ મિનિટમાં જ મેચ હારી ગઈ હતી.
ટીમ ઈન્ડિયા સપના પર પાણી ફરી વળ્યું. એ સાથે જ સમગ્ર ભારતીય ક્રિકેટ ચાહકોનું સપનું પણ ચકનાચુર થઈ ગયું. કારણકે, પાંચમાં દિવસે મેચ શરૂ થતાની સાથે જ પહેલાં કોહલી અને ત્યાર બાદ તુરંત જાડેજા આઉટ થઈ જતા સ્ટેડિયમમાં સન્નાટો ફેલાઈ ગયો. લોકોએ ટીવી બંધ કરી દેવાની નોબત આવી.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ઇનિંગની ૪૭મી ઓવર માટે બોલ સ્કોટ બોલેન્ડને આપ્યો હતો. બોલેન્ડે આ ઓવરમાં ૨ મોટી વિકેટ લીધી હતી. તેણે ત્રીજા બોલ પર વિરાટ કોહલી (૪૯)ને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી રવિન્દ્ર જાડેજા (૦) ૫માં બોલ પર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો.