
- મધ્યપ્રદેશ અને ગુજરાત ને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ ઘુસેડાય છે.
- મીનાક્યાર બોર્ડરની થોડીક જ દૂર મધ્યપ્રદેશનો દારૂનો ઠેકો આવેલ છે.
ગરબાડા,
ગરબાડાની મીનાક્યાર બોર્ડર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મુખ્ય બોર્ડર છે, જ્યાં અવારનવાર મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને નવા નવા કીમિયાઓ અજમાવીને દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જતો હોય છે. વર્ષ 2022 પૂર્ણ થવાના આરે છે. ત્યારે 31 ફર્સ્ટની ઉજવણી હોય ત્યારે આવા સમયમાં દારૂની હેરાફેરી પણ થાય ત્યારે મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ન આવે તે માટે ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબત ગોઠવી દેવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ માંથી આવતા તમામ વાહનોની પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને મધ્યપ્રદેશને જોડતા જુદા જુદા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને આવનાર 2023 નું વર્ષ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થાય તે માટે તેમજ વિદેશી દારૂ ઘુસાડનાર તત્વોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મીના ક્યાર બોર્ડર પાસે જ મધ્યપ્રદેશનો દારૂનો ઠેકો પણ આવેલ છે.