31 ડિસેમ્બર સુધીમાં ગેસ સિલિન્ડરની ઈ કેવાયસી ફરજિયાત કરાવો નહિ તો સબસીડી બંધ થઈ જશે

આ અભિયાન શરૂ થયે 12 દિવસ જેટલો સમય નીકળી ગયો છે પરંતુ ગ્રાહકો દ્વારા ઇ કેવાયસી મામલે અરૂચી જોવાઈ રહી છે સબસીડી બંધ થઈ ગયા બાદ ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ઘર્ષણ સ્થિતિ પેદા થઈ શકે છે ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું કે ગેસ રિફિલ કરાવવા આધાર પ્રમાણિકરણ કરાવવું જરૂરી છે દરેક ગેસ એજન્સી પર આધારકાર્ડ લઈને આવનાર ગ્રાહકને બુકિંગ કાઉન્ટર પર બેઠેલા કર્મચારી દ્વારા ઈ કેવાયસી માટે તમામ મદદ કરાઈ રહી છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરાઈ રહ્યું છે જેમણે ઉમેર્યું કે હવેથી ગેસ સિલિન્ડરની ડીલેવરી પણ ડી એ સી નંબર એટલે કે ડીલેવરી ઓર્થેંટીકેશન કોડ મળ્યા બાદ જ આપવામાં આવી રહી છે અને આ કોડ નંબરના આધારે જ ગ્રાહકને સબસીડી પણ અપાઈ રહી છે પરંતુ હાલમાં ઘરેલુ વપરાશ કરતાં એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસીડી રૂપે ગ્રાહક ના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ 31 ડિસેમ્બર પેહલા જેમણે આધાર કાર્ડ થી ગેસ કનેક્શનનું બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસીડી જમા થનાર છે. સરકારે તમામ ગ્રાહકો માટે કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની એ કેવાયસી ની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરાવવાની છે. સબસીડી સાથે જોડાયેલા ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને તેમનું બાયોમેટ્રિક પ્રમાણિકરણ પણ 31 ડિસેમ્બર સુધી કરાવી લેવું જરૂરી છે નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસ સબસીડી નહીં મળે ઓનલાઇન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઇલ પર ઈ કેવાયસી કરાવવા તેમજ મેસેજ મોકલાઈ રહ્યા છે.