૩૧ ડિસેમ્બર પહેલા ગુજરાત પોલીસ સતર્ક: રાજસ્થાન બોર્ડર પર સઘન તપાસ

મહીસાગર, આવનારી ૩૧મી ડિસેમ્બરને કારણે મહીસાગર જિલ્લા પોલીસ સતર્ક બની છે. જિલ્લાને અડીને આવેલા ત્રણ જેટલા રાજેસ્થાન સરહદી વિસ્તાર પર ચેક પોસ્ટ ઉભી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં નશીલા પદાર્થ સહિત વિદેશી દારૂ ઘુસાડવામાં ન આવે તે હેતુથી મહીસાગર પોલીસ સતર્ક બનીને બોર્ડરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં આવી ત્રણ સરહદો પર આવનાર વાહનો પર નજર રાખી જિલ્લાની પોલીસ અડગ જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લો રાજેસ્થાન સરહદી વિસ્તારને અડકીને આવેલો જિલ્લો છે. ત્યારે આવનારી ૩૧મી ડિસેમ્બરને કારણે મહીસાગર પોલીસે એક્સનમાં આવી ગઇ છે.

મહીસાગર પોલીસ દ્વારા જિલ્લામાં આવેલી ત્રણ જેટલી બોર્ડરો સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજેસ્થાન તરફથી આવનાર તમામ વાહનોનું ચેકીંગ કરી વાહનને જવા દેવામાં આવી રહ્યા છે. તેમજ આવનાર તમામ વાહનોના નામ વાહન નંબર માલિકનું નામ સહિત નોંધ રાખવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાને અડકીને આવેલી ત્રણ બોર્ડરો -૧ ખાનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કાલીયાકુવા બોર્ડર ૨-સંતરામપુર પોલીસે સ્ટેશન હદમાં આવેલી આનંદપુરી બોર્ડર ૩- ડિટવાસ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પુનાવાળા બોર્ડર આમ કુલ ત્રણ બોર્ડરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી રાજેસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ખાનપુર તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી કાલીયાકુવા રાજેસ્થાન સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં પોલીસ દ્વારા રાજેસ્થાન તરફથી આવતા અલગ અલગ વાહનોનું ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. હાલ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એક પણ વાહન વિદેશી દારૂ લઇ ગુજરાતમાં ન ઘૂસે તેની પોલીસ દ્વારા ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી હોવાનું જોવા મળ્યું છે.