દેહરાદૂન,
યોગગુરૂ બાબા રામદેવે પતંજલિના ઉત્પાદોથી બનનારી દિવ્ય ફાર્મસીની દવાઓ પર પ્રતિબંધ લગાવવા મામલે તીખી પ્રક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ૩૦ મિનિટની સખત મહેનત પર અધિકારીઓએ એક મિનિટમાં પાણી ફેરવી દીધું છે. આયુર્વેદ અધિકારી પર પ્રહાર કરતાં બાબાએ પ્રશ્ર્ન કર્યો કે, તેમની હિંમત કેવી રીતે થઈ? કહ્યું કે, જ્યારે અધિકારીએ માફી માંગી તો અમે તેને માફ કરી દીધો કારણ કે, અમે સંત છીએ. નહીં તો તેમણે મોટું પાપ કર્યું હતું.
કહ્યું કે, અમને નિયમો અને ધારાધોરણો પૂરા કર્યા બાદ જ લાઈસન્સ આપવામાં આવ્યું હતું અને આ અંતર્ગત આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવી રહી હતી. તેમને પૂછવામાં આવ્યું કે, જો નિયમો અને ધારાધોરણો હેઠળ દવાઓ બનાવવામાં આવતી હોય તો તે અધિકારી તેને કેવી રીતે રોકી શકે. જો જાહેરાતની જ વાત હતી તો પૂછવું જોઈએ.
પતંજલિ યોગપીઠના જનરલ સેક્રેટરી આચાર્ય બાલકૃષ્ણએ આયુર્વેદિક દવા પર પ્રતિબંધ મૂકવાને બેજવાબદારીભર્યું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અધિકારીના કૃત્યથી આયુર્વેદ અને આયુર્વેદિક પરંપરાને નુક્સાન પહોંચ્યું છે. આ બાબતની સંપૂર્ણ સંજ્ઞાન લઈને અમે સરકાર સમક્ષ અમારી બાજુ રજૂ કરી, અને ઉત્તરાખંડ સરકારે ભૂલ સુધારી.
કેરળના એક ડૉક્ટરની ફરિયાદ પર ૯ નવેમ્બરે આયુર્વેદ વિભાગના ડ્રગ કંટ્રોલરે દિવ્યા ફાર્મસીની પાંચ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે ભ્રામક પ્રચાર અને અન્ય બાબતોમાં પાંચ દવાઓના લેબલ અને ફોર્મ્યુલેશન શીટ મંગાવવામાં આવી હતી. આ દવાઓનો ઉપયોગ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગોઇટર, ગ્લુકોમા અને ઉચ્ચ કોલેસ્ટ્રોલની સારવારમાં થાય છે. તેમના નામ છે- બીપીગ્રિટ, મધુગ્રિટ, થાઈરોગ્રિટ, લિપિડોમ અને આઈગ્રિટ ગોલ્ડ.