નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩ મહિનાની અંદર સરકારી પોર્ટલ પર રજીસ્ટર્ડ પ્રવાસી મજૂરોને રાશન કાર્ડ આપી દેવા માટે કહેવાયું છે, જેથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત લાભ ઉઠાવી શકે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની પીઠે કહ્યું કે પોર્ટલ પર રજીસ્ટર્ડ પ્રવાસી મજૂરોને રાશન કાર્ડ આપવાનો વ્યાપક પ્રચાર કરવામાં આવે.
પીઠે પોતાના આદેશમાં કહ્યું કે, અમે સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બાકી રહેલા રાશન કાર્ડ આપીને અને પોર્ટલ પર પ્રવાસીઓને રજીસ્ટર્ડ કરવા માટે ૩ મહિનાનો સમય આપે છે. સંબંધિત અધિકારી કલેક્ટરોને સૂચિત કરે, જેથી એનએફએસએ અંતર્ગત વધારેમાં વધારે લાભ ઉઠાવી શકે. આ મામલામાં આગામી સુનાવણી ૩ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ થશે.
વડી અદાલતે પોતાનો આદેશ અરર્જીક્તાઓ અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોક્કર દ્વારા દાખલ કરેલી અરજી પર આવ્યો, જેમણે માગ કરી હતી કે, એનએફએસએ અંતર્ગત રાશનના કોટા ઉપરાંત પણ પ્રવાસી મજૂરોને રાશન આપવામાં આવે. કોર્ટે ૧૭ એપ્રિલે કહ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે ફક્ત એ આધાર પર પ્રવાસી મજૂરોને રાશન કાર્ડ આપવાની ના પાડી હતી કે, એનએફએસએ અંતર્ગત જનસંખ્યા અનુપાતને ઠીક બરાબર બનાવી રાખી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકે કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત થવા જોઈએ અને કહ્યુ કે કલ્યાણકારી રાજ્યમાં, સરકારનું આ ર્ક્તવ્ય છે કે તે લોકો સુધી પહોંચે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોથી એનએફએસએ અંતર્ગત રાશન મેળવનારા અને અન્ય સરકારી યોજનાઓ અંતર્ગત લાભાન્વિત થનારા પ્રવાસી મજૂરોની સંખ્યા વિશે જાણકારી માગી હતી. સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, લગભગ ૩૮ કરોડ પ્રવાસી મજૂરોમાં કેન્દ્ર દ્વારા સંચાલિત એક ઓનલાઈન પોર્ટલ ઈ શ્રમ પર દેશભરમાં લગભગ ૨૮ કરોડ શ્રમિકો રજીસ્ટર્ડ કરવામાં આવ્યા છે.