ત્રણ મહિનામાં ૨૫ આતંકી હુમલા, ૧૨૫ પોલીસ માર્યા ગયા

ઇસ્લામાબાદ,જે દેશ આતંકવાદને આશ્રય આપતો હતો, આજે તે દેશ પોતે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે. આપણે પાકિસ્તાનની વાત કરી રહ્યા છીએ, જે આતંકવાદીઓને પોષે છે, જ્યાં આતંકવાદીઓ હવે હુમલા કરવા પર તત્પર છે. છેલ્લા ત્રણ મહિનામાં અહીં આતંકવાદી હુમલામાં ૧૨૫ પોલીસ જવાનના મોત થયા છે, જ્યારે ૨૧૨ જવાન ઘાયલ થયા છે. આ તમામ હુમલા પેશાવરથી થયા હોવાનું કહેવાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ આતંકી હુમલા નોંધાયા છે.

પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ મુજબ, માત્ર જાન્યુઆરી મહિનામાં જ ૧૫ આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ૧૮૯ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા અને ૧૮૯ ઘાયલ થયા હતા. ફેબ્રુઆરીમાં ત્રણ આતંકવાદી હુમલા થયા હતા જેમાં ૨ પોલીસ જવાન મોત થયા હતા અને ૫ ઘાયલ થયા હતા. આ પછી માર્ચમાં ૭ કેસ નોંધાયા હતા. આ દરમિયાન જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓની સંખ્યા ૭ હતી જ્યારે ૧૮ ઘાયલ થયા હતા.

પાકિસ્તાનમાં આ આતંકવાદી હુમલાઓમાં મોટાભાગના પોલીસ અધિકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ આ હુમલામાં વધારો થયો છે. બીજી તરફ હવે જ્યારે મુસીબત પોતાના માથે આવી ગઈ છે, ત્યારે પાકિસ્તાન તેનાથી છુટકારો મેળવવા માટે આતંકવાદીઓને ખતમ કરવાની વાત કરી રહ્યું છે.

પોલીસને નવા હથિયારોથી સજ્જ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્રણ મહિનામાં મૃત્યુ પામેલા ૧૨૫ પોલીસ કર્મચારીઓમાંથી, ૩૦ જાન્યુઆરીએ ફિદયાની હુમલામાં ૮૪ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન એક આત્મઘાતી બોમ્બરે પોલીસ હેડક્વાર્ટરની એક મસ્જિદની અંદર પોતાની જાતને ઉડાવી દીધી હતી.

બીજી તરફ ૨૪ એપ્રિલે પણ મોટા આતંકી હુમલાના સમાચાર હતા. આ દરમિયાન આતંકીઓએ એક મોટા પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. માહિતી અનુસાર, આ દરમિયાન ફિદાયીન આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનની અંદર પોતાને ઉડાવી દીધા હતા, જેના કારણે ૧૨ લોકો માર્યા ગયા હતા જ્યારે ૪૦ થી વધુ ઘાયલ થયા હતા.