- ડ્રગ્સ આપણી પેઢીઓના જીવન અને ક્ષમતાને નષ્ટ કરી દે છેઃ શાહ
- IPC, CRPC અને એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ
- ગૃહ મંત્રીએ કહ્યું- સૂચન કરે રાજ્ય સરકારો
અમિત શાહે રવિવારે રાત્રે 29મી દક્ષિણી ક્ષેત્રીય પરિષદ બેઠકમાં નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીઓએ નશીલા પદાર્થોના ખતરા અને પ્રસારને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે નશીલી દવાઓનો ઉપયોગ આપણા યુવાનોના જીવન અને ક્ષમતાને નષ્ટ કરી દે છે. મુખ્યમંત્રીઓએ નશીલા પદાર્થ નાર્કોટિક્સની બુરાઈને ખતમ કરવાને પ્રાથમિકતા આપવી જોઇએ. રાજ્યોએ કેસોના ઝડપી નિકાલ માટે સ્વતંત્ર ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનની સ્થાપના કરવી જોઈએ.
બાળ યૌન શોષણના કેસમાં શૂન્ય સહનશીલતા હોવી જોઈએઃ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ ઇચ્છતા હતા કે બાળ યૌન શોષણના કેસોમાં રાજ્યોમાં શૂન્ય સહનશીલતા હોવી જોઈએ, કારણ કે બાળકો વિરૂદ્ધ અપરાધ અસ્વીકાર્ય હતા. અમિત શાહે કહ્યું કે, પૉસ્કો અધિનિયમ હેઠળ કેસોને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાવી જોઈએ. તેવા કેસો પર જીરો ટૉલરેન્સ થવું જોઈએ. 60 દિવસમાં જ તપાસ પૂરી કરવાની સમય મર્યાદાનું કડકાઈથી પાલન થવું જોઈએ. તેમણે રાજ્યોને ગુનાહિત કેસોમાં ઝડપ લગાવવા માટે પ્રોસિક્યુશન ડિરેક્ટરની એક સ્વતંત્ર સંસ્થા બનાવવા માટે કહ્યું.
IPC, CRPC અને એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ
તેમણે કહ્યું કે, કેન્દ્રએ ભારતીય દંડ સંહિતા IPC, ગુનાહિત કાર્યવાહી કોડ CrPC અને સાક્ષ્ય અધિનિયમ એવિડન્સ એક્ટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. તેમણે રાજ્ય સરકારોને કહ્યું કે, તેઓ આ અંગે પોતાનું સૂચન રજૂ કરે.
દરેક રાજ્યમાં એક ફોરેન્સિક કૉલેજ બને
ગૃહમંત્રીએ કહ્યું કે, તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી એક ફોરેન્સિક સાઇન્સ કોલેજ સ્થાપિત કરવી જોઇએ. તેનો સિલેબસ સ્થાનકિ ભાષાઓમાં હોવો જોઈએ, જેથી ફોરન્સિક તપાસની જરૂરિયાતો પૂર્ણ થઇ શકે.