મુંબઇ,
શાહરૂખ ખાન ચાર વરસ પછી પઠાન ફિલ્મ દ્વારા કમબેક કરીને ધમાલ મચાવી રહ્યો છે.ફિલ્મ રિલીઝના શરૂઆતના દિવસોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મે બોક્સઓફિસ કલેકશનમાં સુલતાનને બાહુબલી ટુને પાછળ છોડી દીધા છે. સામાન્ય રીતે ફિલ્મ હિટ થાય કે તરત જ ફિલ્મની સિકવલની શરૂઆત થવા લાગતી હોય છે. પઠાન સાથે પણ જ આમ થઇ રહ્યું છે. પઠાનની સિકવલની ચર્ચા થવા લાગી છે.
વાત એમ બની છે કે, પઠાનના ફિલ્મસર્જકે ફિલ્મનો અંત જે રીતે આપ્યો છે, તેનાથી એવું જણાય છે કે, ફિલ્મનો બીજો ભાગ બનવાનો છે. ફિલ્મસર્જક આ ફિલ્મની સફળતાની રાહ જોઇ રહ્યો છે અને પછીથી સીકવલ બાબત નિર્ણય લે તેમ લાગે છે.
ફિલ્મના અંતમાં વિલન ખાઇમાં પડી જતો જોવા મળે છે. પછીથી પ્રશ્ર ઊદભવે છે કે, તેની લાશ ન મળતાં તે જીવતો છે કે નહીં ? તેવો પ્રશ્ર ઊદભવે છે. સાથે જ પઠાનને તેના ઉપરી ઓફિસરો કહે છે કે, હજી સુધી કામ પુરુ થયું નથી અને બીજા મિશન પર જવાનું છે. આ ડાયલોગ અને વાતચીત આડક્તરો ઇશારો કરે છે કે, પઠાનનો બીજો ભાગ બનશે.આદિત્ય ચોપરાએ ટાઇગર સીરીઝની ત્રણ ફિલ્મો બનાવી હતી, તેથી પઠાનની પણ સીરીઝ આગળ વધે તેવી પૂરી શક્યતા છે.