3 ડિસેમ્બર પાંચ વાગ્યા થી બીજા તબકકાના મતદાન પહેલા પ્રચારના પડધમ શાંંત થશે

  • ઉમેદવારો ખાટલા બેઠકો શરૂ કરશે.

ગોધરા,

ગુજરાત વિધાનસભાના બીજા તબકકાના મતદાન માટે ઉમેદવારો દ્વારા ઝંઝાવતી પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આજે પાંચ વાગ્યાથી ચુંટણી પ્રચારના પડધમ શાંત થયા ઉમેદવારો મતદારો સાથે ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજાશે.

વિધાનસભાની પંંચમહાલ જીલ્લાની પાંચ બેઠકો ઉપર 34 ઉમેદવારો ચુંટણી જંંગમાં ઉતર્યા છે. તમામ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરવામાંં આવ્યા છે. છેલ્લા દિવસ સુધી ઉમેદવારો મતદાર સુધી પહોંંચવાના તમામ પ્રયત્નો કરી જાહેર સભા યોજીને વાયદા અને વચનોની લ્હાણી કરીને મતદારોને રીઝવવામાંં કઈ બાકી આવ્યું નથી. 3 ડિસેમ્બર સાંંજના પાંંચ વાગ્યા સુધી ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવીને મતદારો સમક્ષ વાયદા અને વચનો સાથે મત આપવા માટે પ્રચાર કરશે. 5 ડીસેમ્બરના રોજ યોજાનાર મતદાન પૂર્વે આજ સાંજ પાંચ વાગ્યા થી ચુંટણી પ્રચારના પડધમ શાંત થશે સાથે જ મતદાન દિવસ સુધી મતદારોને જાળવી રાખવા માટે ખાટલા બેઠકોનો દોર શરૂ થયો.

બોકસ: પંંચમહાલ જીલ્લાની પાંચ બેઠકોના મતદાન સ્થળો અને બુથોની સંંખ્યા…

  • 1109 મતદાન સ્થળોએ મતદાન યોજાશે.
  • 98 શહેરી વિસ્તાર
  • 1011 ગ્રામ્ય વિસ્તારો

બોકસ: મતદાન મથકોની સંખ્યા….
-181 મતદાન મથક શહેરી વિસ્તાર…

  • 1329 મતદાન મથક ગ્રામ્ય વિસ્તાર…
    …………………………….
    1510 કુલ મતદાન મથકો

બોકસ:
5 મોડેલ મતદાન મથકો
5 દિવ્યાંંગ સંચાલિત મતદાન મથકો
5 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
35 સખી મતદાન મથકો

બોકસ:
EVM-VVPAT સંખ્યા…
1943 BU
1943 CU
2125 VVPAT