Ease of Doing Business, અંતર્ગત FSSAI New Delhi દ્વારા લો રીસ્ક કેટેગરીમાં 11 પ્રકારના (હોલસેલર, ડીસ્ટ્રીબ્યુટરસ, રીટેલર્સ, નાના રીટેલર્સ, સ્ટોરેજ, ઈમ્પોર્ટરસ, ફુડ વેન્ડીંગ એજન્સીસ, નાના રીટેલર્સ, લારી- ગલ્લા વાળા અને મર્ચંટ એક્ષ્પોટર્સ) ખાદ્યચીજના વેપારકર્તાઓ માટે તત્કાલ લાયસન્સ / રજીસ્ટ્રેશન સિસ્ટમ તા. 28/06/2024થી ગુજરાત રાજયમાં લાગુ થવા થઈ રહેલ છે.
જેથી ખેડા જીલ્લામાં આ અંગેની જનજાગૃતી તેમજ તે મેળવવા કેવી રીતે પોર્ટલ પર એપ્લીકેશન કરી શકાય તે જાણ હેતું તા.28/06/2024ના રોજ મદદનીશ કમિશનર ની કચેરી, ખોરાક અને ઔષધનિયમનતંત્ર, રૂમ નં-212, સી-બ્લોક, સરદાર ભવન, નડિઆદ ખાતે સવારે 10:30 થી 02:30 કલાક સુધીમાં તત્કાલ લાયસન્સ રજીસ્ટ્રેશન ઈશ્યુ કેમ્પ યોજાશે એમ ડેઝીગ્નેટ ઓફીસર ખોરાક અને ઓષધ નિયમન તંત્ર, નડિયાદની અખબારી યાદીમાં જણાવેલ છે.