અમદાવાદ, દેવશયાની એકાદશી આ વખતે ૨૯ મી જુને છે. ત્યારબાદ હિન્દુ ધર્મમાં લગ્નો ચાર મહિના સુધી નહિં થાય. ૨૭મી જુને લગ્નનું મોટુ મુહુર્ત છે. આ દિવસે ગુજરાતભરમાં મોટી સંખ્યામાં લગ્ન થશે. વરસાદના કારણે લગ્નમાં કેટલીક મુશ્કેલી આવી શકે છે. વરસાદ અને લગ્નો આ દિવસે ટ્રાફીક જામની સમસ્યા વધારી શકે છે. પછી લગ્નો દેવોત્થાન એકાદશીએ ૪ નવેમ્બરથી શરૂ થશે.
લગ્નોની સીઝન બજારમાં ઘણુ મહત્વ રાખે છે આ ચાર મહિના દરમ્યાન બેક્ધવેટ હોલમાં અનેક જગ્યાએ સ્ટાફને રજા પર ઉતારી દેવામાં આવે છે. કેટરીંગનાં કામને પણ આ ચાર મહિનામાં અસર થાય છે.
બેન્ડ સંચાલક સુનિલકુમારે જણાવ્યું હતું કે ૨૭ જુને તેની પાસે ત્રણ બુકીંગ છે. ત્યારબાદ તે ઘોડીઓને આરામ આપે છે. તેની ડોકટરી તપાસ કરાવે છે બેન્ડનું મેન્ટેનન્સ પણ આ દિવસોમાં થાય છે.
મેરેજ હોલના સંચાલક રાકેશ યાદવે જણાવ્યું હતું કે ૨૫ થી ૨૮ જુન સુધી વરસાદનું એલર્ટ છે. આ પરિસ્થિતિમાં જે લોકોએ ખુલ્લી લોનમાં બુકીંગ ક્રાવ્યુ છે તે હવે અંદરની માંગ કરી રહ્યા છે. ખુલ્લા ગાર્ડનમાં વરસાદથી બચવા વોટરપ્રુફ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.