ગાંધીનગર,
રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં ૧૧૧ તાલુકામાં ૧ મિમિથી ૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૪૭ મિમિ એટલે કે ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સંભવત: ૨૯મીએ ભારે વરસાદૃની શક્યતાઓ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં બે ઈંચ, ખંભાળિયામાં દોઢ ઈંચ, મહેસાણાના ખેરાલુ અને કચ્છના ગાંધીધામમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ અને અમદાવાદના સાણંદમાં ૧૯ મિમિ, કચ્છના માંડવી અને આણંદના બોરસદમાં ૧૮ મિમિ, પાટણના સિધ્ધપુર અને મહેસાણાના જોટાણામાં ૧૬ મિમિ, પોરબંદરમાં ૧૫ મિમિ,આણંદના તારાપુર, દ્વારકા અને અમદાવાદમાં ૧૪ મિમિ, ગાંધીનગરમાં ૧૩ મિમિ, સાબરકાંઠાના તલોદમાં ૧૨ મિમિ, દેવભૂમિદ્વારકાના ભાણવડમાં ૧૨ મિમિ, કચ્છના અબડાસા અને બનાસકાંઠાના દાંતમાં ૧૧ મિમિ, કચ્છના નખત્રાણા, બનાસકાંઠાના દાંતીવાડ, મહેસાણાના કડી, જામનગરના જામજોધપુર અને અમરેલીના જાફરાબાદમાં ૧૦-૧૦ મિમિ વરસાદ નોંધાયો છે.