![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2024/02/temple-1-1.png)
નવીદિલ્હી,સંયુક્ત ક્સિાન મોર્ચા અને ક્સિાન મજદૂર મોર્ચા સહિત ૨૬ ખેડૂત સંગઠન ૧૩ ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન કરશે. પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી કે ૧૦ હજાર ટ્રેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે. આ પહેલા હરિયાણામાં ખેડૂત નેતાઓની ધરપકડ શરૂ થઇ છે. પંજાબના ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પંચકૂલા અને અંબાલામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
પંજાબના પટિયાલાથી અંબાલા જતા રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના સોનીપત, ઝજ્જર, પંચકૂલા બાદ કૈથલમાં પણ કલમ-૧૪૪ લગાવી દેવામાં આવી છે. પંજાબથી ચંદીગઢ થઇને ખેડૂતો પંચકૂલાના રસ્તે દિલ્હી જવા માટે હરિયાણામાં એન્ટ્રી કરી શકે છે. લોકોને પંજાબ જતા બચવાની સલાહ આપવામાં આવી છે.
પોલીસમાં મલ્ટી બેરલ લૉન્ચર ગનથી લેસ નવી ગાડીઓ સામેલ કરવામાં આવી છે. ખેડૂત આંદોલન માટે ચાર ગાડીઓ તૈનાત રહેશે. એક ગાડી પર લાગેલી ગનથી અડધો ડઝન ટિયર ગેસના સેલ છોડવામાં આવી શકે છે. અંબાલા સિવાય પંચકૂલાની ગાડીઓને પણ સામેલ કરવામાં આવી છે. નવી ગાડીઓમાં માત્ર ગન છે, પણ તેની પાછળ કેબિન છે જેથી મોટાભાગના જવાનોને બેસીને આગળ સુધી લઇ જઇ શકાય છે.
મહત્ત્વપૂર્ણ છે કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રસ્તા પર અથવા ટ્રેક્ટર ટ્રોલી કે અન્ય વાહનો સાથે રેલી કાઢવા, પ્રદર્શન કરવા અને કોઇ પણ લાકડી, ડંડા અથવા હથિયાર લઇને ચાલવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલમ ૧૪૪ લાગુ તયા બાદ ટ્રેક્ટર કે અન્ય કોઇ પણ વાહન પર ડીજે કે લાઉડસ્પીકર વગાડવા, ટ્રેક્ટર-ટ્રોલીમાં ઇટ, પથ્થરના ટુકડા વગેરે લઇને ચાલવા પર પણ કાર્યવાહી કરવામાં આવશે.મહત્ત્વપૂર્ણ છે કે ખેડૂત પોતાની માંગોને લઇને દિલ્હી કૂચ કરવાની તૈયારીમાં છે પરંતુ આ પહેલા તંત્રએ પુરી તૈયારી કરી લીધી છે.
ખેડૂત સંગઠનોની શું છે માંગો
તમામ પાકની એમએસપી પર ખરીદીની ગેરંટીનો કાયદો બને
ડૉ. સ્વામીનાથન આયોગના રિપોર્ટના હિસાબથી કિંમત નક્કી થાય
ખેડૂત ખેત મજૂરોનું દેવું માફ થાય અને પેન્શન આપવામાં આવે
ભૂમિ અધિગ્રણ અધિનિયમ ૨૦૧૩ને ફરી લાગુ કરવામાં આવે.
લખીમપુર ખીરી કાંડના દોષિતોને સજા આપવામાં આવે
મુક્ત વેપાર સમજૂતિ પર રોક લગાવવામાં આવે
ખેડૂત આંદોલનમાં મૃત ખેડૂતોના પરિવારોને વળતર, સરકારી નોકરી મળે
વિદ્યૃત સંશોધન વિધેયક ૨૦૨૦ને રદ કરવામાં આવે
મનરેગામાં દર વર્ષે ૨૦૦ દિવસનું કામ, ૭૦૦ રૂપિયાની મજૂરી આપવામાં આવે
નકલી બીજ, કિટનાશક દવાઓ અને ખાદ્ય ધરાવતી કંપનીઓ પર કડક કાયદો બનાવવામાં આવે
મરચી, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવે
બંધારણની ૫મી સૂચીને લાગુ કરીને આદિવાસીઓની જમીનની લૂંટ બંધ કરવામાં આવે