૨૬ બેઠકોથી ગુજરાતની જનતા વિજય અપાવશે’, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાનો દાવો

  • લોકસભા ચૂંટણીને લઇ ભાજપની ગાંધીનગરમાં કવાયત 
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગર કાર્યાલય ખુલ્લુ મુક્યું 
  • જે.પી. નડ્ડાએ ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન

લોકસભા 2024 ની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામેલ થયા હતા. જે.પી.નડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું.  જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપને અપાવશે. 

ભાજપે પાટણ લોકસભાનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. સુદામા ત્રણ રસ્તા પાસે કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. પાટણના સાંસદ સહિતના નેતાઓ પદાધિકારીઓ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. 

જૂનાગઢ પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાએ બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતભરમાં એક સાથે બીજેપી કાર્યાલયના ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે.પી.નડ્ડાના માર્ગદર્શન હેઠળ લોકસભાની 26 બેઠકની તૈયારી પુરજોશમાં હાથ ધરી છે. જૂનાગઢ દાણાપીઠ સોસાયટીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જૂનાગઢ જીલ્લા લોકસભા સંયોજક ઉદય કાનગડ અને સહ સંયોજક ચંદ્રેશ હેરમાં તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ સહિત બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

લોકસભાની ચૂંટણીને  લઈને ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ભરૂચ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન માનનીય રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના વરદહસ્તે  કરવામાં આવ્યું. આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ભરૂચ લોકસભાના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.