૨૪ વર્ષના યુવકે ૨૦ વર્ષની યુવતી સાથે રિક્ષામાં રેપ કર્યો, ૨ મહિના બાદ પકડાયો આરોપી

મુંબઇ, મુંબઈમાં ૨ મહિના પહેલા રિક્ષામાં રેપની ચોંકવનારી ઘટના સામે આવી હતી. એક ૨૪ વર્ષના યુવકે ૨૦ વર્ષની યુવતી સાથે રેપ કર્યો હતો. આ ઘટના બાદ જે આરોપી ફરાર થયો હતો, તેની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રેપ કેસમાં પકડાયેલા આરોપીનું નામ ઈન્દ્રજીત સિંહ છે. તેની યુપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

૨૦ વર્ષની રેપ પીડિતાના જણાવ્યા મુજબ, ૧૭ મે, ૨૦૨૩ના રોજ સાંજે ૪ વાગ્યે નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગાંવ પરત ફરતી વખતે ઓટો ચાલકે બાથરૂમ જવાના બહાને આરેના જંગલમાં ઓટો રોકી હતી. મહિલાનું ગળું દબાવીને તેને ચૂપ કરી હતી પછી તેનો રેપ કર્યો હતો. રેપ બાદ લાત મારી અને કોઈને ન કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બળાત્કાર બાદ આરોપીએ મહિલાને લાતો અને મુક્કાઓ વડે માર માર્યો હતો અને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી.આ ઘટના ૧૭ મેના રોજ બની હતી, પરંતુ મારપીટ અને ધમકીઓને કારણે મહિલાએ ડરના કારણે કોઈને કહ્યું ન હતું. ૨૦ વર્ષીય પીડિતાને માર મારવાને કારણે તેના ટાંકા તૂટી ગયા હતા અને તેને ખૂબ લોહી વહી રહ્યું હતું.

જ્યારે પરિવારના સભ્યોએ મહિલા પર દબાણ કરીને આ અંગે પૂછ્યું તો મહિલાએ પરિવારના સભ્યોને માત્ર છેડતીની વાત કહી હતી. પરિવારના સભ્યો મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યારબાદ જ્યારે પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો મહિલાએ આખી વાત જણાવી હતી. આ યુવતી સીબીડી બેલાપુર નવી મુંબઈથી ગોરેગાંવ આવી રહી હતી. છેવટે ૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું કે આરોપી ઉત્તરપ્રદેશ ભાગી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જ સાથીઓની મદદ લીધી, પહેલા તેને બહાને મુંબઈ બોલાવ્યો અને આરોપી મુંબઈ પહોંચતા જ આરે પોલીસે તેની ધરપકડ કરી.આરોપી વિરુદ્ધ કલમ ૩૭૬, ૩૫૪ બી ૫૦૯, ૩૨૩, ૫૦૬ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.