૨૪ કલાકમાં ગુજરાતમાં ભૂકંપનો બીજો આંચકો, કચ્છમાં સવારે ૧૦.૪૯ કલાકે ભૂકંપ આવ્યો

ગાંધીનગર,

ગુજરાતમાં ૨૪ કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં સવારે ૧૦.૪૯ કલાકે આવ્યો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફેંબ્રુઆરી માસમાં ગુજરાતમાં અનેક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ૬૨ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યુ છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી કચ્છમાં ભયનો માહોલ છે.

એક તરફ તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી મુજબ મોડી રાત્રે ૧:૪૨ મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ,વકીયા,સાકરપરા,મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.ગઈકાલે પાકિસ્તાન તરફ ભૂકંપ આવતા રાજકોટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી. રાજકોટથી ૨૭૦ કિમી દૂર નોર્થવેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ.

ફેબ્રઆરીમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા

આજે કચ્છમાં સવારે ૧૦.૪૯ કલાકે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

૨૭ ફેબ્રુઆરીની મોડી રાત્રે ૧:૪૨ મિનીટે અમરેલીના ખાંભા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

૨૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા ૪.૩ની તીવ્રતાના ભૂકંપના કારણે રાજકોટમાં આંચકા અનુભવાયા.

૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૫૦ કલાકે અમરેલીમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

૨૩ ફેબ્રુઆરીએ રાત્રે ૧૧.૩૫ કલાકે અમરેલીમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો

૨૩ ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે ૯.૬ કલાકે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.

૨૦ ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

૧૯ ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

૧૪ ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે ૨.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

૧૨ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૨.૪૪ કલાકે તાલાલાથી ૭ કિમી દૂર ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

૧૧ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧.૫૧ કલાકે કચ્છના દુધઈમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

૧૧ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૧૨.૫૨ કલાકે સુરતમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

૯ ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે ૧.૪૫ કલાકે ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૦ વાર ભૂકંપના આંચકા.